BHUJGUJARATKUTCH

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા નવનિયુક્ત કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબને આવકાર સહ અભિવાદન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-22 એપ્રિલ  : પ્રાથમિક શૈક્ષિક કચ્છ જિલ્લા ટીમ દ્વારા નવનિયુક્ત કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમિયાન સૌ પ્રથમ સંગઠનનું કેલેન્ડર અને પુસ્તક વડે સન્માન કરી સંગઠનની ગતિવિધિઓથી માહિતગાર કરાયા હતા.આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ રામસંગજી જાડેજા,મહામંત્રી રમેશભાઈ ગાગલ,જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા,મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ અને સહ સંગઠનમંત્રી અનિલભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઇ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!