GUJARATJETPURRAJKOT

Rajkot: લોકશાહીના પર્વનો થનગનાટ – છાત્રાઓએ મહેંદી અને હેર સ્ટાઈલ દ્વારા આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

તા.૨૮/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા માં ક્રિએટિવિટી દેખાડતું યુવા ધન

Rajkot: ભારતીય સંસ્કૃતિમાં જેમ લગ્ન પ્રસંગે મહિલાઓમાં મહેંદી રસમ ખુબજ લોકપ્રિય હોય છે, પ્રસંગને દિપાવવા શૃંગાર એ મહિલાઓનો પ્રિય શોખ છે, ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં આગામી દિવસોમાં જયારે લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે આ મહા પર્વને ઉજવવા શાળા કોલેજની છાત્રાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવી દ્વારા સ્વીપ કામગીરી અંર્તગત મતદાન જાગૃતિ અંગે રોજબરોજ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવા છાત્રો મતદાન માટે પ્રેરાય તે માટે શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાઈ રહ્યા છે.

સ્વીપના નોડલ ઓફિસર શ્રી જિજ્ઞાસા ગઢવીના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાની માતુશ્રી એમ.એમ. પટેલ કન્યા છાત્રાલય ખાતે મહેંદી અને હેર સ્ટાઈલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનિઓએ કલાત્મક ડિઝાઇન સાથે મતદાન અંગેના વિવિધ સ્લોગન ચિતરાવી જનજાગૃતિની ખુશ્બુ ફેલાવી છે.

જયારે મઝહર કન્યા વિદ્યાલય ખાતે ‘મતદાન એ જ મહાદાન’, ‘ચૂંટણીના આધાર સ્થંભો વગેરે વિષયક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. થોરાળા વિસ્તારની સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધા,માસુમ વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધાના આયોજન કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત વકૃત્વ સ્પર્ધા તેમજ મોકપોલ દ્વારા મતદાન અંગે પણ વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી રહી છે જેમાં આજની યુવા પેઢીએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાન પર્વને શ્રેષ્ઠ પર્વ ગણાવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!