GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઉજવાયો શિક્ષણ દિન

તા.૨૩/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય રાજકોટનાં યુવકો દ્વારા પ્રેરણાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ

૯૧ વર્ષના ગુરુની સમક્ષ ૧૯ વર્ષના યુવાનોએ પ્રશ્નોના સમાધાન મેળવ્યા

Rajkot:રાજકોટબી.એ.પી.એસ.સ્વામિનારાયણમંદિરનીનિશ્રામાં છેલ્લા ૧૪ વર્ષથી છાત્રાલય ચાલી રહ્યું છે, જેમાં રહેતા યુવકો દ્વારા આજે‘પથદર્શક’ મધ્યવર્તી વિચાર અંતર્ગત શિક્ષણદિનની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી. સાયંસભામાં આજે અનેક ભક્તોથીપ્રમુખસ્વામી સભાગૃહ હકડેઠઠ જોવા મળ્યો. આજે બી.એ.પી.એસ.રાજકોટ છાત્રાલયનાયુવકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો, જેમાં છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ શિક્ષણ જગતના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

છાત્રાલયનાયુવકો દ્વારા ‘બ્રહ્માસ્ત્ર’ નામક ખૂબજ રસપ્રદ સંવાદનીપ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં આજના યુવાનો કઠિન પરિસ્થિતિમાં પણ સ્થિર રહી શકે અને સત્સંગની સાથે સાથે જીવનમાં સમજણ પૂર્વકના પગલાં લઈ શકે તેવી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વિશેષ સિધ્ધિ મેળવનાર યુવકોનેસંતોએબિરદાવ્યા હતા.છાત્રાલયનાયુવકો દ્વારા એક એકપિસ્તા પર સ્વામિનારાયણ નામ લખીને હાર તૈયાર કરાયો હતો, સાથે સાથેનાડાછડીમાંથી કલાત્મક ચાદર તૈયાર કરાઈ હતી જે સંતો દ્વારા પ.પૂ.મહંતસ્વામી મહારાજ ન અર્પણ કરવામાં આવી હતી.

ત્યારબાદ છાત્રાલયમાં રહેતા યુવકોનાસ્વાનુભવો રજૂ થયા. જેમાં તેઓએ જણાવ્યું કે,છાત્રાલયના યોગથી અમે વ્યસનોથી દૂર રહી શક્યા, સભામાં નિયમિત બની શક્યા, અમારી કળાને વેગ અને નવી દિશા આપી શક્યા,અમારા અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શક્યા, મોબાઈલ અને સોશ્યલમીડિયાથી દૂર રહી શક્યા.

રવિવારે યોજાનારરવિસભામાં સમર્પણ દિનની ઉજવણી કરવામાં આવશે જેમાં ‘સ્વામી સંકલ્પ સાકાર કરી દઈએ’ વિષયક વિશિષ્ઠ કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે તેમજ પ.પૂ.મહંતસ્વામીમહારાજના દર્શન અને આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે.

 

 

છાત્રાલયનાયુવકો દ્વારા સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી અને વિવિધ પ્રશ્નો પર માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું.

1.આજના યુગમાં સત્સંગ અને નિયમોનું કઈ રીતે પાલન થઈ શકે?

– મહિમા સમજાયો નથી, જો એ સમજાય તો કંઈનડે જ નહી. સત્સંગ મળ્યો છે તો દ્રઢ કરીને રાખવો.

2. મોબાઈલના ઉપયોગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું?

– ન માત્ર સત્સંગી પણ બધાએમોબાઈલવાપરવામાંવિવેક રાખવો, અભ્યાસમાં ધ્યાન આપવુ. સત્સંગ મળ્યો છે તો સમજણ રાખવી જેથી બધા પ્રશ્નો હલ થઇ જાય.

3. નિત્યપૂજાની શી આવશ્યકતા છે?

– નિત્યપૂજાતો ગાઇડલાઈન છે. સત્સંગની ગરિમા રાખવી, કેફમાં ફરવું, મહારાજ સ્વામીનું બળ રાખીવ્યવસ્થિત ભણવું.

4. દુનિયાના કોઈ પણ છેડે જઈએ તો પણ સત્સંગ કઈ રીતે દ્રઢ રાખવો?

– ગમે ત્યાં જાય પણ ભગવાન ને સાથે રાખવા, સત્સંગનો મહિમા દ્રઢ રાખવો.

5. નિષ્ફળતા મળે ત્યારે શું સમજણ રાખવી?

– મહારાજ સ્વામીનું બળ રાખવું. સત્સંગ દ્રઢ કરીને રાખવો.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button