Rajkot: રાજકોટ જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલમાં અંધત્વ નિવારણ સપ્તાહની ઉજવણી કરાઈ
તા.૪/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને અંધત્વ નિવારણ અને આંખની કાળજી બાબતે કરાયા માહિતીગાર
Rajkot: રાજકોટ સ્થિત જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલમાં અંધત્વ નિવારણ સપ્તાહની ઉજવણી અંતર્ગત નિદાન માટે આવતા દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને અંધત્વ નિવારણ અને આંખની કાળજી બાબતે માહિતીગાર કરવામાં આવી રહ્યા છે.
અંધત્વના કેટલાક સામાન્ય કારણોમા મોતિયો જેમા આંખમાં લેન્સ વાદળછાયું થવું, ગ્લુકોમા જેમા આંખના દબાણમાં વધારો થવાને કારણે ઓપ્ટિક ચેતાને નુકસાન,ડાયાબિટીસને કારણે રેટિનામાં રક્ત વાહિનીઓને નુકસાન, રેટિનામાં ઘસારો અને આંસુ, નજીકની દૃષ્ટિ, દૂરદૃષ્ટિ અને અસ્પષ્ટતા, ચેપ અને ઈજા, કોર્નિયલ અલ્સર જેમા ઈજાથી આંખમા રસી થવા, વિટામીન એ ની ઊણપ, ટ્રેકોમા સહિતનો સમાવેશ થાય છે.
અંધત્વ નિવારક પગલાંમા નિયમિત આંખની તપાસ કરાવવી, રમતગમત, જોખમી પ્રવૃત્તિઓ દરમિયાન રક્ષણાત્મક ચશ્મા પહેરવા, આંખને નુકસાન અટકાવવા માટે યુવી પ્રોટેક્શનવાળા સનગ્લાસ પહેરવા, ફળો, શાકભાજી અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર સંતુલિત આહાર લેવો, નિયમિત કસરત કરવી, ધુમ્રપાન ન કરવુ, ક્રોનિક સ્થિતિઓનું સંચાલન કરવુ, આ નિવારક પગલાં દ્રારા અંધત્વનું જોખમ ઘટાડી આંખનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે ઉપરાંત નિયમિતઆંખનીતપાસ કરાવતા રહેવુ જોઈએ તેમ આંખ વિભાગના ડૉ.અંજલીબેન પડાયા અને ડૉ. હરેશભાઈ ગઢીયાએ જણાવ્યુ હતુ.