વાવ–થરાદ જિલ્લામાં ટ્રાફિકનો બેફામ કહેર ટ્રાફિક નિયમો નેવે મુક્યા તંત્ર ઘોરનિંદ્રામાં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ થરાદ જિલ્લો બનેલા ત્યારથી જિલ્લા સ્તરની વિવિધ કચેરીઓ થરાદ ખાતે કાર્યરત કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની કચેરીથી લઈને જિલ્લા ટ્રાફિક શાખા સુધીની નિમણૂંક પૂર્ણ થઈ ગઈ છે. છતાં સૌથી અગત્યના ટ્રાફિક સંચાલન મુદ્દે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
જિલ્લા ટ્રાફિક પોલીસ હોય કે સિટી ટ્રાફિક સેલ બેફામ વાહન દોડાવનારાઓ સામે પગલા લેવા મામલે બંને વિભાગોની ગંભીર ઉણપો સામે આવી રહી છે. વાવ–થરાદ જિલ્લાના મુખ્ય માર્ગો હોય કે આંતરિક રોડ, યુવાનોથી લઈને મોટા ભાગના વાહનચાલકો ખુલ્લેઆમ જોખમભરી ડ્રાઈવિંગ કરતા જોવા મળે છે. ઓવર સ્પીડ, હેલ્મેટ–સીટબેલ્ટનો અભાવ, ટ્રાફિક સિગ્નલ અને નિયમોની અવગણના સામાન્ય બની રહી છે.
બેફામ વાહન દોડાવનારાઓ સામે કડક કાર્યવાહી થશે કે નહીં?
વાવ–થરાદના લોકો આમ જ મોતને આમંત્રણ આપતી મુસાફરી કરતા રહેશે?
ટ્રાફિક નિયંત્રણને મજબૂત બનાવવાની તાતી જરૂરિયાત છે, નહીં તો રોજબરોજ વધતા અકસ્માતો અને જાનહાનિ રોકવી મુશ્કેલ બની શકે છે. જિલ્લામાં કાર્યરત દરેક કચેરીની જેમ ટ્રાફિક વિભાગ પણ કાર્યક્ષમ બનશે—એવો આશાવાદ સામાન્ય જનતા વ્યક્ત કરી
રહી છે.




