GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યશ્રી અમૃતાબેન અખીયા રાજકોટ જિલ્લાના પ્રવાસે 

તા.૧૩/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આંગણવાડી, હોસ્પિટલ, હોમ ફોર ગર્લ્સ, સીમ શાળા, મધ્યસ્થ જેલ સહિતના સ્થળની મુલાકાત લીધી

Rajkot: ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના સભ્યશ્રી અમૃતાબેન અખીયાએ રાજકોટ જિલ્લાની આંગણવાડી, હોસ્પિટલ, મધ્યસ્થ જેલ, સીમ શાળા, કસ્તુરબા બાલિકા વિદ્યાલય સહિતની સંસ્થાઓની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી યોગ્ય સૂચનાઓ આપી હતી.

આ પ્રવાસ દરમ્યાન રાજકોટની ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, હોમ ફોર બોયસ, મુકારબા શેરી વિસ્તારની આંગણવાડી, જસદણ તાલુકાના વિરનગર ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નંદઘર આંગણવાડી, ગોપાલધામ અનુસૂચિત જાતિ આશ્રમશાળા અને શિવરાજપુરની ખોડિયારપરા સીમ શાળાની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ બાળકોને અપાતી સુવિધા અંગે બાળકોને વ્યક્તિગત મળી વિગતવાર વિગતવાર ચર્ચા કરી હતી. બાળકોનું ભાવિ ઉજ્જવળ બને, તે માટે પ્રયત્નો કરવા સ્ટાફ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી. જસદણ પોલીસ સ્ટેશનમાં પોક્સોને લગતા ગુન્હાઓની વિગતો તથા ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ અંગે માહિતી મેળવી હતી. વધુમાં, તેઓએ જસદણ સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ, લેબર રૂમ, ઓ.પી.ડી. સહિત આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ અંગે જરૂરી ચર્ચા કરી અને સૂચનાઓ આપી હતી.

રાજકોટ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ અને રાજકોટ મહાનગરની મધ્યસ્થ જેલમાં મહિલા કેદીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ સગર્ભા કેદીઓને તેમની જરૂરિયાત તેમજ યોગ્ય કાળજી અને વ્યવસ્થાઓ અંગે તેઓ સાથે સંવાદ કર્યો હતો.

રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમ્યાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડો. પ્રાર્થનાબેન વી. શેરસીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અલ્પેશભાઈ ગોસ્વામી, ચીફ ઓફિસર ડો. મિલનભાઈ પંડિત, સુરક્ષા અધિકારીશ્રી ડેરવાળિયા દલસુખભાઈ વગેરેએ આયોગના સભ્યશ્રી અમૃતાબેન અખીયાનું સ્વાગત કર્યું હતું.

Back to top button
error: Content is protected !!