DHORAJIRAJKOT

Dhoraji: ધોરાજીના પાટણવાવ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અને “સેવાસેતુ કાર્યક્રમ” યોજાયો, ૧૫૬૫ જેટલા ગ્રામજનોનું થયું આરોગ્યલક્ષી સ્ક્રીનીંગ

તા.૧૧/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આસપાસના ૧૫ જેટલાં ગામડાંઓના ગ્રામજનોએ સરકારની અનેકવિધ સેવાઓનો લાભ એક જ સ્થળેથી મેળવ્યો

Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનાં લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે યોજાઈ હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લઇ જન જન સુધી પહોંચી રહેલા આ રથનું ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના કાર્યકમની સાથે સાથે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નોનો ઉકેલ લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ ધોરાજી તાલુકાનો “સેવા સેતુ કાર્યક્રમ” પણ યોજાયો હતો. જેમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ યોજનાકીય સેવાઓ એક જ સ્થળે ગ્રામ્ય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જેનો લાભ આસપાસના ૧૫ જેટલાં ગામડાંઓના નાગરીકોએ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૧૫૬૫ જેટલા ગ્રામજનોનું નિ:શુલ્ક સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. ડ્રોન નિર્દશન તેમજ પશુપાલન કેમ્પનો ગ્રામજનોએ લાભ મેળવ્યો હતો. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

“ધરતી કહે પુકાર કે” લઘુ નાટિકા દ્વારા ખેડુતોને રાસાયણિક ખેતીના નુકસાનથી વાકેફ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ પાઠવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, આગેવાનશ્રીઓ શ્રી મયુરભાઈ શિંગાળા, શ્રી વિરલભાઈ પનારા ,પાટણવાવ સરપંચશ્રી પ્રવિણભાઈ પેથાણી તથા અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે વિવિધ ગામના સરપંચશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.સી. સરતેજા, મામલતદારશ્રી એ.પી.જોશી, વિસ્તરણ અધિકારીશ્રીઓ એમ.પી.સોજીત્રા, ધર્મેન્દ્રભાઈ મહેતા, અજયભાઈ સાકરિયા, હાર્દિકભાઈ જાની, જયરાજસિંહ જાડેજા, પ્રદીપભાઈ ગોહેલ સહીત પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ., બેંક, મહેસુલ વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!