BHUJGUJARATKUTCH

ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો.

૨-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

સૂર્યના પહેલા કિરણ સાથે સૂર્ય નમસ્કારના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કચ્છ જિલ્લો સહભાગી બન્યો.

ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૫૩૫ તથા સફેદ રણ ખાતે ૧૫૫ યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી.

ભુજ કચ્છ :- કચ્છના બે સ્થળ ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સફેદ રણ ખાતે યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૫૩૫ તથા સફેદ રણ ખાતે ૧૫૫ યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી હતી. નવા વર્ષે નવી ઊર્જા સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સફેદરણ ખાતે ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી ભરત શાહ તથા ધોરડો સરપંચશ્રી મિયાં હુસેનની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોઢેરા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ‌ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુઅલી સંબોધન કરીને સૂર્ય નમસ્કારને જીવન પ્રણાલી સાથે સાંકળવા અનુરોધ કર્યો હતો. રાજ્યભરમાં આજરોજ એકસાથે, એક સમયે ૧૦૮ સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જેમાં વિશ્વ વિક્રમમાં ૫૧ આઇકોનિક સ્થળ સહભાગી બન્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે, સૂર્ય નમસ્કાર સ્પર્ધાના માધ્યમથી યોગની લોકપ્રિયતા વધારવાનો એક અવસર સરકારે ઊભો કર્યો છે. આ પ્રસંગે ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઇ પટલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫૧ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ સહભાગી બન્યું છે ત્યારે આપણી વિરાસત સમા યોગ અને સૂર્ય નમસ્કારને નાગરિકો માત્ર આજ પૂરતા નહીં પરંતુ કાયમી રીતે અપનાવે જરૂરી છે.‌ધારાસભ્યશ્રીએ સૂર્ય નમસ્કારને ૧૨ યોગ આસનનો સમન્વય ગણાવીને તેનાથી તન અને મન બંનેની સ્વસ્થતા હાંસલ કરી શકાય છે તેવું ઉમેરીને તેને કાયમી જીવનનો ભાગ બનાવી અપનાવવા જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગબોર્ડના માગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ તથા ભુજવાસીઓ સહિત ૫૩૫ યોગસાધકોએ સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. જ્યારે સફેદ રણ ખાતે ૧૫૫ યોગસાધકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, સૂર્ય એટલે ઊર્જાનો સ્ત્રોત ત્યારે ગરવી ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી હતી. સૂર્ય નમસ્કાર, જેને ‘ધ અલ્ટીમેટ આસન’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જે ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એન.વાઘેલા, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી મુકેશભાઇ ગોયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નરસિંહભાઇ ગાગલ, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી દેવાંશીબેન ગઢવી, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, યોગ સાધકો, વિદ્યાર્થીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!