JETPURRAJKOT

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પંચાવન જગ્યાઓની આઉટસોર્સથી કરાયેલી ભરતી

તા.૨૪ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

 

સરકારની ગ્રામ વિકાસ યોજના હેઠળની વિવિધ યોજનાઓ માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવા માટેના વોક ઈન ઇન્ટરવ્યૂ હાલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતા. જેમાં ૬૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી તાલુકા અને જિલ્લા કક્ષાની તમામ ખાલી પંચાવન જેવી જગ્યાઓ આઉટસોર્સથી ભરવામાં આવી હતી.

આ ભરતી દરમિયાન ઈન્ટરવ્યૂ લેવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ. ઠુંમર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરિયાના અધ્યક્ષ સ્થાને જુદી-જુદી ત્રણ કમિટી રચના કરવામાં આવી હતી. આ કમિટીઓ દ્વારા તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. બહારથી આવનારા અને કોઈ કારણવશ મોડા પડેલા ઉમેદવારોને પણ ઇન્ટરવ્યૂની તક આપવામાં આવી હતી, તેમ ઈન્ચાર્જ મદદનીશ પ્રયોજન અધિકારી(વહીવટ) શ્રી વી.બી બસીયાએ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!