SIDHPUR

સિદ્ધપુર ના કાકોશીની કુ. મારીયા સુમરા બોર્ડર સિક્યુરીટી ફોર્સ (બીએસએફ) માં સમગ્ર દેશમાંથી ભારત ઉત્તિર્ણ થયેલી ચાર યુવતિઓમાં સૌથી અવ્વલ આવી

*સિધ્ધપુર તાલુકાનું ગૌરવ*

 

કાકોશીની કુ. મારીયા સુમરા બોર્ડર સિક્યુરીટી ફોર્સ (બીએસએફ) માં સમગ્ર દેશમાંથી ભારત ઉત્તિર્ણ થયેલી ચાર યુવતિઓમાં સૌથી અવ્વલ આવી છે. મારીયા સુમરા દેશની સીમાઓની સુરક્ષામાં જોડાનારી સિધ્ધપુર તાલુકા અને રાજ્યની પહેલી મુસ્લીમ યુવતિ હશે.

 

સિધ્ધપુરની જાણીતી કેરીયર કોચીંગ સંસ્થા યુનિવર્સલ એકેડમીમાં અભ્યાસ કરતી કાકોશીની દિકરી *કુ. મારિયા સુમરા* એ બીએસએફમાં જોડવા આપેલ પરીક્ષામાં સમગ્ર દેશમાં પ્રથમ આવીને પરીવાર, સમાજ, કાકોશી ગામ સિધ્ધપુર તાલુકા અને તેને સફળતા મેળવવા સચોટ કોચીંગ આપનાર યુનિવર્સલ એકેડેમીનું નામ રોશન કર્યું છે. BSF માં આવેલ ભરતીમાં મહીલાઓ માટે સમગ્ર દેશમાંથી ફકત ચાર જ સીટ લેવાની હતી તેમાં કુ. મારીયા સુમરા પોતાની મહેનત અને દેશની સેવા કરવાની લગન તેમજ યોગ્ય કોચીંગની મદદથી દેશભરમાં પ્રથમ નંબરે આવી સૌ સિધ્ધપુર તાલુકા વાસીઓને ગર્વાન્વિત કર્યા છે.

કુ. મારીયા સુમરા અને યુનિવર્સલ એકેડેમીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન ????????

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!