GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ફુદેડા ગામે હરીજનવાસ રાવળ વાસ ના માર્ગમાં આવેલ ઉકરડા દૂર કરવા રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી

તલાટી દ્વારા ફુદેડા હરીજનવાસના પ્રશ્ન મામલતદાર હસ્તક હોઈ તેની જાણ મામલતદાર ને કરાઈ

વિજાપુર ફુદેડા ગામે હરીજનવાસ રાવળ વાસ ના માર્ગમાં આવેલ ઉકરડા દૂર કરવા રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી
તલાટી દ્વારા ફુદેડા હરીજનવાસના પ્રશ્ન મામલતદાર હસ્તક હોઈ તેની જાણ મામલતદાર ને કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ફુદેડા ગામે આવેલ હરીજનવાસ અને રાવળ વાસ જવાના માર્ગમાં આવેલ ઉકરડા તેમજ તેનાથી ફેલાતી ગંદકી દૂર કરવા માટે ની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂત સમક્ષ રહીશો એ માંગણી સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ ગ્રામપંચાયત ના તલાટી મૌલિક ભાઈ દરજી ને ઉકરડા નો પ્રશ્ન 10 દિવસમાં નિકાલ કરવા આદેશ આપ્યો હતો. આ બાબતે તલાટી મૌલિક ભાઈ દરજીએ જણાવ્યું હતુંકે હરીજનવાસ નજીક ઉકરડો દૂર કરવા માટે અરજી આવેલ છે જેના નિકાલ માટે ગત તારીખનાના રોજથી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં પ્રશ્ન નો ઝડપી ઉકેલ આવી જશે તેવી રજૂઆત કરતા ને દિલાશો આપ્યો હતો.જોકે આ પ્રશ્ન મામલતદાર હસ્તક હોઈ તેઓને આ બાબતે લેખીત જાણ કરી છે. પ્રશ્નનો ઉકેલ તેઓના મળતા જવાબ ઉપરથી આવી જશે. આ અરજદારો પૈકીના મનીષભાઈ પરમારે જણાવ્યું હતુંકે અમોએ ઉકરડા નિકાલ માટે એક વર્ષ અગાઉ અરજી કરેલ હતી ઉકરડા નહીં હટતા ફરી અરજી કરી છે.જોકે તાલુકા વિકાસ અધિકારી એ 10 દિવસમાં ઉકરડા નો નિકાલ કરવા નો આદેશ કર્યો છે. જો દશ દિવસ માં ઉકરડાના પ્રશ્ન નો નિકાલ નહીં આવે તો અમો ગાંધી માર્ગે જતા પણ ખચકાઈશુ નહિ જયારે એક અરજદારે આક્રોશ સાથે જણાવ્યું હતુંકે મહોલ્લાહ ની પરિસ્થિતિ એવી છે જ્યાંને ત્યાં ઉકરડા ને કારણે ગંદકી ફેલાઈ છે.માણસ મરી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગંદકીથી બાળકો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ છે.જેનો સત્વરે નિકાલ લાવે તેવી માંગ કરી છે

Back to top button
error: Content is protected !!