IDARSABARKANTHA

અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લામાં ૨૮ આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લામાં ૨૮ આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના ઇડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા ના વરદહસ્તે ઇડર ભિલોડા ત્રણ રસ્તા ખાતે પદયાત્રીઓ માટે આરોગ્ય સેવા કેમ્પનો શુભારંમભ કરવામાં આવ્યો હતો.

ભાદરવી પૂનમ અંબાજી જતા પદયાત્રીઓ માટે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મજરા થી ખેરોજ સુધી ૨૪ કલાક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વિસ્તુત આયોજન કરવામાં આવેલ છે. જેમા ૮ તાલુકાના વિવિધ રોડ પર તા. ૨૦ સપ્ટે થી ૨૯ સપ્ટે ૨૦૨૩ સુધી કુલ ૨૮ પદયાત્રી સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિત ના તમામ કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ગોઠવવામાં આવેલ છે. તદુપરાંત જિલ્લાના વિવિધ રોડ પર ૪ મોબાઇલ ટીમો દ્વારા ક્લોરીનેશન અને સેનિટેશન ની કામગીરી કરશે. .જિલ્લા ની કુલ ૪ મોબાઇલ ટીમ દ્વારા સેવા કેન્દ્ર નુ સુપરવીઝન મોનીટરીંગ કરી તેમને જરૂરી દવાઓ અને ક્લોરિન પાવડર ,ક્લોરીન ટેબલેટ નો પુરવઠો પૂરો પાડવા પણ જરૂરી આયોજન કરવામાં આવેલ છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!