GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

રાજકોટ રેન્જ ટીમનો સપાટો: સાયલા અને સિટી B ડિવિઝનના ઇંગ્લિશ દારૂના 2 ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

સાયલા-સુદામડા ચોકડી પાસેથી આરોપી રવિ ચાવડાની ધરપકડ કરાઈ

તા.21/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સાયલા-સુદામડા ચોકડી પાસેથી આરોપી રવિ ચાવડાની ધરપકડ કરાઈ, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હેઠળના વિવિધ જિલ્લાઓમાં ગુના આચરીને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ રેન્જ પીઆઇ અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જ સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન રેન્જ સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ફતેસંગ પરમાર તથા દિલીપસિંહ સિધવને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારની સાયલા- સુદામડા ચોકડી પર વોચ ગોઠવીને વિદેશી દારૂના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી રવિ ભાભલુભાઇ ચાવડા રહે, ગરાંભડી, સાયલા, સુરેન્દ્રનગરને સફળતા પૂર્વક ઝડપી લેવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી રવિ ચાવડા સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૨ દારૂના ગુનાઓમાં પોલીસ ચોપડે નાસતો- ફરતો હતો જેમાં સાયલા પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.નં. ૦૨૭૪/૨૦૨૬ (પ્રોહી. કલમ- ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.નં. ૦૫૫૨/૨૦૨૬ (પ્રોહી. કલમ- ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧) ને રાજકોટ રેન્જ ટીમે આરોપીની અટકાયત કર્યા બાદ તેને આગળની ઘટતી કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!