GUJARAT

સાધલી ગામે લાકડીથી જીવલેણ હુમલો કરનાર આરોપીને શિનોર પોલીસ દ્વારા છાવરતી સ્પષ્ટ દેખાઈ આવતા લોક ચર્ચાનો વિષય બન્યો

વડોદરા જિલ્લાના શિનોરના સાધલી ગામે તારીખ ૨૬ ૩ ૨૦૨૪ નાં રોજ જૂની અદાવત ને લઇ સાધલી ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચનાં પુત્ર જૈમિન પટેલ દ્વારા મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમ ઉપર ગ્રામ પંચાયત ચોરા પાસે જાહેર માર્ગ પર લાકડીના ફટકા મારી જાન લેવા હુમલો કરી ભાગી છૂટયો હતો. શિનોર પી એસ આઈ આર આર મિશ્રા તેમજ તેમની ટીમ દ્વારા આરોપીને ગણતરીના કલાકો માં ઝડપી પાડ્યો હતો. વાત કરીએ તો જાહેર માર્ગ ઉપર બનેલ બનાવ બનેલ હોય તેમજ જૈમિન પટેલ દ્વારા અદાવત રાખી અચાનક હુમલો કરી સરફરાઝ નકુમ લાકડીના જાનલેવા ચાર પાંચ ફટકા તેમજ લાત મારતા કાળજું કંપાવે તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. લાકડીના ચાર પાંચ ફટકા નાં ભીતર માર થી અઘમુવો બેભાન થએલ સરફરાઝ નકુમ ને લોકો દ્વારા તાત્કાલિક સાધલીની વિઘ્નહરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વાત કરીએ તો જાહેર માર્ગ ઉપર આ સમગ્ર ઘટના બનેલ હોય તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઈ હોવા છતાં જાણે શિનોર પોલીસ દ્વારા આરોપીને છાવરવાની કોશિશ કરવામાં આવી હતી તેમ સ્પષ્ટ દેખાઈ આવતા લોક ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છેકે તારીખ 10 1 2024 ના રોજ સાધલી ગ્રામ પંચાયત કચેરીમાં મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમે પાણીની પાઇપ લાઇન નાખવા બાબતે બોલાચાલી થતાં મહિલા સરપંચના પતિ જયેશ પટેલને લાફો માર્યો હતો. વાત કરીએ તો શિનોર પોલીસ દ્વારા આ ગ્રામ પંચાયત કચેરીમાં બનેલ બનાવ પ્રકરણમાં સરફરાજ નકુમ ઉપર આઈ પી સી કલમ ૩૨૩.૫૦૪.૫૦૬ ( ૨ ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે મહિલા સરપંચના પુત્ર જૈમિન પટેલ દ્વારા જાહેર માર્ગ ઉપર મહિલા સદસ્ય નાં પતિ સરફરાઝ નકુમને લાકડીના ચાર પાંચ ફટકા તેમજ લાતો મારી જાનલેવા હુમલો કરી સરફરાઝ નકુમ ને માર્યો હોવા છતાં શિનોર પોલીસ દ્વારા ઇ પી કો કલમ ૩૨૩ તેમજ જી પી એક્ટ ૧૩૫ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે શિનોર પોલીસ દ્વારા આ બંને ઘટનામાં મહિલા સરપંચના પુત્ર આરોપી જૈમિન પટેલ ને છાવરવાની કોશિશ કરવામાં આવી હોય એ સ્પષ્ટ દેખાઈ આવતા ગ્રામજનોમાં તેમજ મુસ્લિમ સમાજ માં ચર્ચાનો વિષય બન્યો છે. શું ? શિનોર પોલીસ હિન્દુ મુસ્લિમની નીતિ અપનાવી રહી છે. શું ? શિનોર પોલીસ દ્વારા આરોપી પાસેથી કોઈ રૂપિયા નો વહીવટ કરવામાં આવ્યો છે.કે કોઈ રાજકીય દબાણ આવ્યું છે એ એક પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. શું? શિનોર પોલીસે આરોપી જૈમિન પટેલને કસ્ટડીમાં રાખ્યો છે રાખ્યો છે તો કેટલા સમય રાખ્યો. વડોદરા જિલ્લા પોલીસ દ્વારા આ ઘટનાની ટતસ્ટ તપાસ કરી આરોપીને સખત સજા કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.જેથી આવા ગંભીર પ્રકારના ક્રાઇમ કરતા લોકો અટકે. ફૈઝ ખત્રી...શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!