AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં ભરઉનાળે કમોસમી માવઠું વર્તાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મૌસમનો પલટો બાદ ક્યાંક વાદળોએ ઘેરાવો ભર્યો તો ક્યાંક અમીછાટણા.

ભર ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમી બાદ ડાંગ જિલ્લાનાં ગામડાઓનું વાતાવરણ દ્વિભાસી…

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ, સુબિર સહિત સાપુતારા પંથકમાં ગુરુવારે આકરો તાપ નોંધાયો હતો.ગુરુવારે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં 40 ડિગ્રી સેલ્શિયસ જેટલુ વધારે તાપમાન નોંધાતા જનજીવન સહિત અબોલ પશુઓ,પ્રાણીઓ અને પક્ષી તથા જીવજંતુઓ આકરા તાપથી ત્રસ્ત બની છાંયડો શોધવા મજબૂર બન્યા હતા. શુક્રવારે વહેલી સવારથી જ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા,સુબિર, વઘઇ, શામગહાન સહિત સાકરપાતળ પંથકમાં શુક્રવારે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લામાં ગુરુવારે અસહ્ય ગરમી બાદ શુક્રવારે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા ગામડાઓનું વાતાવરણ દ્વિભાસી પ્રતીત થવા પામ્યુ હતુ.જેમાં ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં વાદળોએ ઘેરાવો ભર્યો હતો.તો અમુક પંથકોનાં ગામડાઓમાં કમોસમી માવઠું વર્તાતા વાતાવરણમાં તાજગી પ્રસરી જવા પામી હતી.ગીરીમથક સાપુતારા ખાતે પણ વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા ફરવા આવેલ પ્રવાસીઓને રાહત મળવાની સાથે તેઓની મોજ પડી ગઈ હતી.ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદ પડતા જોવાલાયક સ્થળોએ ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!