LIMBADISURENDRANAGARWADHAWAN

અમદાવાદ લીંબડી હાઇવે પર લાખો રૂપિયાની ચાંદી સહિતની લૂંટમાં સંડોવાયેલા 4 શખ્સોને 47 લાખથી વધુના મુદ્દામાલ સાથે કબ્જે કર્યો.

ત્રણ કાર, એક મોટરસાયકલ, પિસ્તોલ, એક તમંચો,73 કિલો 583 ગ્રામ ચાંદી રૂ.47,82,895 તથા જ્વેલરી 2,095 કીલો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.09/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ત્રણ કાર, એક મોટરસાયકલ, પિસ્તોલ, એક તમંચો,73 કિલો 583 ગ્રામ ચાંદી રૂ.47,82,895 તથા જ્વેલરી 2,095 કીલો મુદ્દામાલ જપ્ત કર્યો.

ગત તા 6 માર્ચના રાત્રીના સમયે એચ.એલ કંપનીની બોલેરો બંધ બોડીની પીકપ ગાડી નંબર GJ 01 HT 8251 વાળીમા છમીટેશન જવેલરી તથા યાદીના પાર્સલો લઇ અમદાવાદથી રાજકોટ જઇ રહ્યાં હતા તે દરમ્યાન જનસાળી ગામના બોર્ડથી આગળ આવેલા એચ.પી.પેટ્રોલ પમ્પની પાસે પહોચતા અજાણ્યા 7 થી 8 આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂ રચી, GJ 03 JL 1701 તથા GJ 03 KC 0786 વાળી ગાડીમાં આવી બોલેરો ગાડીનો ઓવરટેક કરી ડ્રાઇવર સાઇડમાં આગળના ભાગે તેઓની ગાડી ભટકાડી, ગાડી ઉભી રખાવી હતી જેમાં આરોપીઓએ ફરીયાદીના બોલેરો ગાડીની બંને સાઇડે ઉભા રહી નાની બંદુક જેવા પ્રાણઘાતક હથીયારના પાછળના ભાગેથી ફરીયાદીના માથામા તથા મોઢા ઉપર મુંઢ ઇજા કરી ફરીયાદી તથા ક્લિનરને બોલેરો પીકપ ગાડીમાથી નીચે ઉતારી, બોલેરો પીકપ ગાડીનુ તાળુ તોડી, ગાડીમાં રહેલા ઇમીટેશન તથા યાદીના અલગ અલગ વજનના કુલ 4 પાર્સલ જેમાં ઇમીટેશન જવેલરી કુલ વજન 22 કિલો આશરે કિ.રૂ. 1,23,750 તથા ચાંદીના પાર્સલો કુલ નંગ 19 જેમા શુધ્ધ ચાદી તથા મિશ્રિત યાદી જેનો કુલ વજન આશરે 107 કિલોની જેની આશરે કિ.રૂ. 68,62,408 એમ કુલ પાર્સલો મળી નંગ 23 ની કુલ કિ.રૂ. 69,86,158 ના મુદામાલની ધાડ પાડી લઇને નાસી જઇ ગુન્હો કરતા પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ગન્હો દાખલ કરવામાં આવ્યો હતો લીંબડી ડીવાયએસપી સી પી મુંધવા સુરેન્દ્રનગર એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો તથા પાણશીણા, લીંબડી, ચુડા, ધજાળા તથા તાબાના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવાની સાથે એકશન પ્લાન બનાવી ઉપરોકત બનેલા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બનેલ ધાડનો ગુનો શોધી કાઢી આરોપીઓ તથા ધાડમાં ગયેલા મુદામાલ શોધી કાઢવા અંગે ખાસ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી હતી ઉપરી ઉચ્ચ પોલીસ અધીકારીઓની સુચના તથા માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવતા જે દરમ્યાન હકીકત મળી હતી કે ધર્મેશ ઉર્ફે ધમો ગણેશભાઈ ઝીંઝુવાડીયા રહે શ્રધ્ધા હોટલ સામે સુરેન્દ્રનગરવાળો આ ગુનામાં સંડોવાયેલો છે અને હાલે તેના ઘરે હાજર છે જેથી પેરોલ પીએસઆઇ જે વાય પઠાણનાઓ તથા તેમની ટીમ દ્વારા તાત્કાલીક આરોપીના ઘરે જઈ આરોપીને રાઉન્ડઅપ કરી તેના ઘરની ઝડતી કરતા તેના ઘરેથી ધાડમાં ગયેલી ચાંદી 18 કીલો 355 ગ્રામ કિ.રૂ. 12,84,850 છે મળી આવી હતી તેમજ આ ગુનામાં ઉપયોગ લીધેલી મારૂતી સ્વીફટ ગાડી GJ 13 KR 2115 વાળી ગાડી આવતા જેની અંગઝડતી કરતા ગાડીમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો તથા એક જીવતો કાર્ટીસ મળી આવતા જે તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો વધુમાં જે તપાસ દરમ્યાન એવી હકીકત મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ અમદાવાદથી એક વાહન તથા મુદ્દામાલ સાથે વડોદરા શહેર ખાતે ગયેલો હોય જે વાહન નંબર GJ 01 WJ 6186 તથા એક શકમંદ ઇસમની વિગત વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચને શેર કરવામાં આવતા જેની વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા તાત્કાલીક તપાસ તજવીજ કરતા આરોપીઓ ત્રણને તથા ચાંદી કીલો 55.228 કી.ગ્રા. તથા અન્ય ઘરેણાની વસ્તુઓ 2.095 કી.ગ્રા. રીકવર કરી હતી જે મુદ્દામાલ તથા આરોપીનો કબ્જો
મેળવવા તજવીજ કરી હતી આમ ઉપરોકત વિગતે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરતા ગુનામાં ગયેલી કુલ 107 કીલો યાદી પૈકી કુલ 73.583 કી.ગ્રા.ચાદી તેમજ ઇમીટેશન જવેલરી 2,095 કી.ગ્રા. રીકવર કરવામાં આવી હતી આ ગુનામાં આરોપીઓ દ્વારા ઉપયોગ લેવાયેલી બે કાળા કલરની I 20 કાર અમદાવાદ શહેરના શાહપુરા તથા શાંતીપુરમાંથી મળી આવી હતી જે બંને ગાડીઓનુ ફોરેનસીક કરાવી ગુનાના કામે કબ્જે કરવામાં આવી હતી તેમજ આ બંને ગાડીઓ આરીફ સોરા રહે રાજકોટ વાળાએ પુરી પાડેલી હોય જેથી આરોપી આરીફ સોરા રહે રાજકોટવાળાને એસઓજી પીઆઈ એચ જે ભટ્ટનાઓ તથા તેમની ટીમ દ્વારા રાજકોટ ખાતેથી પકડવામાં આવ્યો હતો.

*પકડાયેલ આરોપીઓ*

ધર્મેશ ઉર્ફે ધમો ગણેશભાઇ ઝીંઝુવાડીયા રહે શ્રધ્ધા હોટલ સામે વઢવાણ સુરેન્દ્રનગર

ફરીદ સુલેમાન મોમીન રહે અલ્કહેબર 3, બીસ્મીલ્લાહ મસ્જીદ સામે ફતેવાડી જુહાપુરા, અમદાવાદ

મહમદ ઇમરાન મહમદઅખ્તર સૈયદ રહે ફતેવાડી કેનાલ કબ્બા પાર્ક જુહાપુરા, અમદાવાદ

આરીફ મહમદભાઇ સોરા રહે ભવગતીપરા સોસાયટી શેરી નં.7 રાજકોટ હાલ રહે ભગવતીપરા માધવપાનવારી શેરી, રાજકોટ

*પકડાવાના બાકી આરોપી*

શીવા ઉર્ફે મહાલીંગમ ઉર્ફે આફતાબ મુરગ્યન પીલ્લઇ રહે તૈયબા ફલેટ, કેનાલ પાસે સરખેજ અમદાવાદ

સીકંદર હાસમ લંઘા રહે આહાદ રેસીડેન્સી અવેરાની સામે સરખેજ અમદાવાદ

ફીરોજખાન ઉર્ફે લંગડો રજુદ્દીન શેખ રહે પ્રભાદેવી મુંબઇ

મજીદખાન મેદાદખાન પઠાણ રહે ફતેવાડી કેનાલ પાસે જુહાપુરા અમદાવાદ

ફરીદ સુલેમાન મોમીન રહે અલ્કહેબર 3 બીસ્મીલ્લાહ મસ્જીદ સામે ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ

શોએબ ફીરોજનો ભત્રીજો ફીરોજ સાથે આવેલા અજાણ્યા ઇસમો વધુ તપાસ હાથ ધરી છે.

*જપ્ત કરેલ મુદ્દામાલ*

ચાંદી કિલો 73,583 કિ.રૂ.47,82,895

એક કાળા કલરની હ્યુન્ડાઈ i20 કાર રજી નં GJ 03 KC 0786 કિ.રૂ.4,00,000

કાળા કલરની હ્યુન્ડાઈ i20 કાર રજી નં GJ 03 JL 1701 કિ.રૂ.5,00,000

સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ ગાડી રજી નં GJ 13 KR 2115 કિ.રૂ.3,00,000

એક દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂ.5000 તથા જીવતા કાર્ટીસ 1 રૂ.100

એક કાળા કલરનું પલ્સર બાઈક જેનો નં GJ 13 AL 5088 કિ.રૂ.25,000

એક દેશી હાથ બનાવટનો તમંચો રૂ.5000 તથા જીવતા કાર્ટીસ 4 રૂ.400

મોબાઇલ ફોન નંગ 4 કિ.રૂ.30,000 સહિત સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!