MULISURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે અને ખનીજ માફીયાઓ સામે લડત આપતા આગેવાનોનો અવાજ દબાવવાના એંધાણ

તા.14/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે પિયત માટે નર્મદાના નીર માટે મોટી લડત ચાલે છે જેમાં દર પંદર દિવસ માં અલગ અલગ ગામોમાં ખેડૂતોની સભા થતી હોય છે અને પાણી પ્રશ્ને ખેડૂતો લડી લેવાના મુડમાં જોવા મળે છે ત્યારે આ લડત ચલાવતા આગેવાનોને યેનકેન પ્રકારે બેસાડી દેવામાં આવે અને લડત બંધ કરવામાં આવે તે માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ છુટયા છે કોઈપણ રીતે આગેવાનો ને બેસાડવા અથવા કોઈ ખોટા કેશમાં ફીટ કરી દેવામાં આવે તેવું રાજકીય દબાણ ઊભુ થયેલનું આધારભુત સુત્રો પાસેથી માહિતી મળી રહી છે તેવી જ રીતે થાનગઢ સાયલા મુળીમા મળતું ખનીજ કોલસો સામે લડત ચલાવતા આગેવાનોને પણ ફીટ કરવાનો કારસો રચાઈ રહ્યાના વિગતો સાથે એંધાણ મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમા ખનીજ ખનન વહન ગેરકાયદેસર થતું હોય છે જેમાં અનેક શ્રમિકોના મોત પણ થતા હોય છે તેને ઉજાગર કરનાર આગેવાનોના મોં બંધ કરવાના દબાણ વધી રહ્યા છે અને તેમ છતાં જો ન થાય તો ખોટા કેસ માં ફીટ કરવાના આયોજન ગાંધીનગર ઘડાઈ રહ્યા છે તેવી માહિતી પ્રાપ્ત સુત્રો પાસે થી મળી રહી છે ત્યારે આ બાબતે આવનાર સમય જ કહેશે કે રાજકીય ઈશારે શું કાર્ય થાય છે પરંતુ કોઈપણ સંજોગે આ અવાજ ઉઠાવતા આગેવાનો બંધ થવા જોઈએ તેવું જાણવા મળે છે જયારે ખનીજ માફીયાઓ સામે કડક વલણ દાખવવાની જરૂર છે ત્યારે આ ખનીજ ચોરી ઉજાગર કરતાં આગેવાનો સામે કડક વલણ દાખવી અવાજ બંધ કરાવવા માટે હવાતીયા મારતા હોય તેમ લાગી રહ્યું છે પરંતુ આ બંને લડત આપતા આગેવાનો ટસ ના મસ થશે નહીં ત્યારે તેઓ ની સામે કોઈ ખોટી ફરીયાદ પણ થ‌ઈ શકવાની આશંકા સેવાય રહી છે જોઈએ તે બાબતે આવનાર સમય જ બતાવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!