SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જિલ્લાનું એકપણ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે તાકીદ કરતાં જિલ્લા કલેકટર

તા.02/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આ વર્ષે ધોરણ ૧ માં કુલ ૧૮૪૮, બાલ વાટિકામાં ૧૪૨૩૪ એમ મળી કુલ ૧૬,૨૨૧ બાળકો પ્રવેશ મેળવશે.

જિલ્લા કલેકટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ અંતર્ગત જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ હતી શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ ના આયોજનની પૂર્વ તૈયારીઓ વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચનો આપ્યા હતા વધુમાં જિલ્લા કલેકટરએ ધોરણ ૧, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું ૧૦૦ ટકા નામાંકન થાય અને જિલ્લાનું એકપણ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે તાકીદ કરી હતી પ્રવેશ પછી બાળકો ડ્રોપઆઉટ ન થાય તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું પ્રવેશોત્સવ દરમિયાન વ્હાલી દીકરી યોજનાની જાણકારી દરેક વાલીઓ સુધી પહોંચે અને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, ડેરી, સામાજિક આગેવાનો વગેરેને આર્થિક સહયોગ માટે આગળ આવી શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓમાં વધારો કરી સહભાગી થવા અપીલ કરી હતી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જ્ઞાનસેતુ, કે.જી.બી.વી., ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ, સૈનિક સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલયમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓ, છેલ્લા શૈક્ષણિક સત્રમાં શૈક્ષણિક તથા સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર, સો ટકા હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓ, દાન લોકફાળો આપનાર દાતાઓ સહકારી સંસ્થાઓ કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવા જણાવ્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પા પટેલે શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે શાળા કક્ષાએથી કરવાની કામગીરી, જિલ્લાની શૈક્ષણિક માહિતી, પ્રવેશોત્સવ રૂટ, ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવીન બાબતો, ગત પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લામાં થયેલ નામાંકન, ચાલુ વર્ષે થનાર નામાંકન સહિત વિસ્તૃત જાણકારી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૫ થી ૬ વર્ષના બાળકોનું બાલવાટિકામાં પ્રવેશએ નવીન બાબત છે આ બાલવાટિકા પ્રાથમિક શાળામાં જ ચલાવવામાં આવશે. જ્ઞાનસેતુ અને જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલોમાં પ્રવેશ માટે ધોરણ ૫ના જે વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી પ્રવેશ માટે પસંદ પામેલ છે તેઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે આ વર્ષે ધોરણ ૧ માં કુલ ૧૮૪૮, બાલવાટિકામાં ૧૪૨૩૪ એમ મળી કુલ ૧૬,૨૨૧ બાળકો પ્રવેશ મેળવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!