BANASKANTHAGUJARATTHARAD

થરાદના વજેગઢ ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ”મારી માટી- મારો દેશ’’ કાર્યક્રમ યોજાયો

19 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

*બોક્સ.આવનારી પેઢી સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસથી વાકેફ થાય તે માટે સમગ્ર દેશમાં ‘‘મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ યોજાઇ રહ્યો છેઃ- સાંસદશ્રી પરબતભાઇ પટેલ*

          આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ”મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજે થરાદના વજેગઢ ખાતે લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ‘‘મારી માટી, મારો દેશ’’ માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓએ હાથમાં તિરંગો લઇ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે શિલાફલકમનું અનાવરણ કરી વીર શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરતા જણાવ્યું કે, આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર વીર શહીદોને શ્રધ્ધાજંલિ આપવા માટે અને આવનારી પેઢી સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસથી વાકેફ થાય તે માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘‘મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે આપણા દેશ માટે બિલદાન આપનારા વીર શહીદોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લઇ મહામુલી આઝાદીનું જતન કરીએ.
આ કાર્યક્રમમાં વિકસીત ભારતના સાથ અને સહકાર માટે અથાગ પરિશ્રમ કરવા તથા આપણા મહાન ભારત દેશના ભવ્ય વારસા પર ગર્વ લેવા અને તેનું જતન કરવા તથા ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીને આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા માટે કામ કરતા રહેવા અને રાષ્ટ્ર પ્રત્યેની અતુટ ફરજોનું પાલન કરવા અંગેની પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના સંકલ્પ લીધા હતા. મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમ થકી ગામની માટી દેશની રાજધાની દિલ્હી ખાતે મોકલવા માટે કળશમાં માટી એકત્રીત કરી ”વસુધા વંદન થકી અમૃત વાટિકા” તૈયાર કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવવી હતી.
આ પ્રસંગે થરાદ તાલુકા ખરીદ-વેચાણ સંઘના ચેરમેનશ્રી જીવરાજભાઈ પટેલ, બનાસ બેંકના ડિરેક્ટરશ્રી શૈલેષભાઈ પટેલ તથા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી હિતેશ પટેલ સહિત અધિકારીઓ, આગેવાનો, થરાદ તાલુકાના સરપંચશ્રીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!