GUJARATSURENDRANAGARWADHAWAN

ઘરેથી નીકળી ગયેલ કિશોરીને રાત્રિના સમયે ૧૮૧ ટીમે મદદ પહોંચાડી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું.

તા.17/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગઈ કાલે રાત્રીના 181 મહિલા હેલ્પ લાઈન પર એક જાગૃત નાગરિકનો ફોન આવેલ તથા જણાવેલ કે અહીં હાઇવે પરની એક હોટલ પાસે એક અજાણી નાની ઉંમરની છોકરી મળી આવેલ છે જેની ઉંમર 12 વર્ષની હોય માટે હાલ તેની મદદ માટે 181 અભયમ વાનની મદદની જરૂર પડેલ આથી 181 મહિલા હેલ્પ લાઇન ની ટીમ કાઉન્સલર મધુબેન વાણીયા, કોન્સ્ટેબલ રીનાબેન શિયાળીયા અને પાયલોટ જીગ્નેશભાઈ ગોસ્વામી ઘટના સ્થળે પહોંચી અને તે જાગૃત નાગરિક સાથે વાતચીત કરીને પીડિતાની પ્રાથમિક માહિતી મેળવેલ અને ત્યાર બાદ પીડિતાનું કાઉન્સેલિંગ કરેલ અને તે દરમિયાન પીડિતાએ જણાવેલ કે તેમના માતા છ દિવસ પહેલા મજૂરી કામ માટે મુંબઈના મંડગઢ ગયેલ હોય અને તેમના પિતા તારાપુર પાસે ગયેલ હોય પીડિતાને તેમના માતા જોડે મુંબઈ જવાની અને ત્યાં રહેવાની વ્યવસ્થા કરવાની હોય પરંતુ થોડા દિવસ પછી પીડીતાને તેમના પિતા તેમના ભાઈના ઘરે એટલે કિશોરીના કાકાને ઘરે વાડી વિસ્તારમાં મૂકીને તારાપુર જાય છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી પીડિતાને તેના કાકી વાડી માં નિંદણ કરવાનું કામ કરાવતા અને ઘરકામ કરાવતા હોય આથી પીડિતા કાકા કાકીને કામ કરવા માટે ના પાડતા હોય પીડીતાને તેમના કાકા અને કાકી નેતરની
સોટી વડે માર મારતા તથા અપશબ્દ બોલતા અને સમયસર જમવાનું પણ ન આપતા હોય તેમજ પીડીતા તેના કાકાને તેના માતા પિતાને ફોન કરી આપવા જણાવે ત્યારે તેના કાકા ગાળો આપીને ત્યાંથી ભગાડી મૂકતા આથી પીડિતા આવા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી જઈને ઘરે કોઈપણ હાજર ન હોય ત્યારે કીધા વગર ઘરેથી ચાલીને નીકળી જાય છે અને ચાલતા ચાલતા હોટલ પાસે આવીને ઊભા રહીને રડતા હોય ત્યારે પીડિતાને જોઈને હોટલના માલિકી પીડીતાને છાની રાખીને પાણી પીવડાવે છે અને પૂછતા પીડિતા પોતાની આપવીતી જણાવે છે ત્યાર બાદ તે જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઇન માં ફોન કરી ને મદદ માંગેલ હતી ત્યારે સમગ્ર ઘટના જાણ્યા બાદ પીડિતાને આશ્વાસન આપીને તેની પાસેથી તેમના મમ્મીનો મોબાઇલ નંબર લઈને તેમાં મમ્મી સાથે ફોન પર વાતચીત કરેલ અને ત્યારે તેમને જણાવેલ કે ત્યાં નજીકમાં જ મારા બેનના દિયરનું ઘર હોય આથી મારી દીકરીને હાલ ત્યાં મૂકી આવો કાલે સવારે હું અથવા મારા પતિ ત્યાં આવીને મારી દીકરીને લઈ જઈશું આથી પીડિતાને વાનમાં બેસાડીને તેમના માસીના દિયરના ઘરે ગયેલ જ્યાં પીડિતાના માસીના દિયર અને તેમના મમ્મી હાજર હોય અને પીડિતાએ પણ એમની સાથે રહેવાની હા કહેલ હોય આથી હાલ પીડિતા તેમનાં માસીના દિયરને સોપેલ છે ત્યાંર બાદ મોડી રાત્રે પીડીતાના પિતા લેવા માટે આવી ગયેલ હતા આ કામગીરી બદલ કિશોરીના પિતા અને અન્ય પરિજનોએ સેવાને બિરદાવી અને 181 મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!