સગીર બાળા ને ભગાડી જનાર આરોપી ને કાલોલ પોલીસે અમદાવાદ ખાતે થી ઝડપી કોર્ટ મા રજુ કરતા જેલમા મોકલી આપ્યો
તારીખ ૨૩/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એક ગામની ૧૬ વર્ષ ૮ માસ ૧૫ દીવસ ની સગીર વયની બાળા ને સગીર હોવાનુ જાણવા છતા પણ તેણીના ઘરે થી ગત તા ૦૧/૦૯/૨૪ ના રોજ રાત્રીના ૧૨ કલાકે લલચાવી ફોસલાવી પટાવી કાયદેસરના વાલી પાણા માંથી અપહરણ કરી જનાર હર્ષદભાઈ ઊર્ફે જીવો નગીનભાઈ ગોહિલ રે. મોકળ નાઓ સામે સગીરા ના વાલી દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૧૩૭(૧) બી મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ સી બી બરંડા દ્વારા શરૂ કરવામાં આવી હતી.આરોપી હર્ષદ ઉર્ફે જીવો નગીનસિંહ ગોહિલ ઉ વ ૨૫.રે મોકળ નેસડા ઘોડા. ભોગ બનનાર ને તેના ઘરેથી લગ્નની લાલચ આપી ભગાડી લઈ ૪/૯ ના રોજ ગુનો દાખલ કર્યો હતો. જે આરોપી ભોગ બનનાર સાથે અમદાવાદ હોવાની માહીતી મળતા કાલોલ પોલીસ દ્વારા તપાસ કરતા અમદાવાદ નરોડા ખાતે ભોગ બનનાર સાથે મળી આવતા ભોગ બનનાર ની પૂછપરછ કરતા તેની મરજી વિરુદ્ધ મરજી વિરુદ્ધ આરોપીએ શારીરિક સંબધ બાધ્યા હોવાનુ બહાર આવતા પૉક્સો તથા બીએનએસ ની બળાત્કાર ની કલમ નો ઉમેરો કરી પોલીસે પોકસો કોર્ટે હાલોલ ખાતે રજૂ કરતા આરોપીને વોરન્ટ ભરી ગોધરા સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.