SIDHPUR

સિદ્ધપુર નગરપાલિકાના વય મર્યાદાના કારણે સેવા નિવૃત થયેલા કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો

*વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા સિધ્ધપુર નગરપાલિકાના કર્મચારી કિર્તીભાઈ પટેલનો વિદાયમાન યોજાયો*

 

સિધ્ધપુર નગરપાલિકાના એકાઉન્ટ વિભાગમાં કાર્યરત કિર્તીભાઈ પટેલ ની વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા. નગરપાલિકા શાશન દ્વારા ભવ્ય વિદાયમાન યોજાયો. નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, ઉપપ્રમુખ નારીભાઈ લસ્સીવાલા, કારોબારી સમિતી ચેરમેન ધર્મેન્દ્રભાઈ ઠાકર, મુખ્ય અધિકારી સંજયભાઈ પટેલ, જે.ડી. પટેલ, મનિષભાઈ શેઠ, નિરંજનભાઈ ઠાકર, નગરપાલિકાના સભાસદો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. વકતાઓએ કિર્તીભાઈ પટેલની ૩૦ વર્ષ કરતાં વધારે વર્ષની સિધ્ધપુર નગરપાલિકામાં આપેલ સેવાને બિરદાવીને સુખી અને સફળ નિવૃત્તકાળની શુભેચ્છાઓ પાઠવી. કિર્તીભાઈએ પોતાના કાર્યકાળ દરમ્યાન સાથ સહકાર આપવા બદલ અધિકારીઓ, રાજકિય આગેવાનો અને સાથી કર્મચારી મિત્રોનો આભાર માન્યો હતો.

*વાત્સલ્યમ દૈનિક સમાચાર*

*બળવંત રાણા, સિદ્ધપુર*

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!