GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણ મામલતદાર કચેરીમાં દાખલો મેળવવા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અરજદારોની લાંબી લાઈનો લાગી

તા.19/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરનું તંત્ર લોકસભાની તૈયારીઓમાં લાગ્યું છે ત્યારે બીજી તરફ વઢવાણ મામલતદાર કચેરીમાં દાખલો મેળવવા લાંબી લાઇનો લાગી છે ભર ઉનાળે પ્રમાણપત્ર મેળવવા માટે પરસેવો પાડવો પડતો હોવાથી રોષ ફેલાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ મતદાન માટે પ્રચાર પ્રસાર કરવામાં તંત્ર વ્યસ્ત છે તેવામાં વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અરજદારોને લાંબી લાઇનોમાં ઉભુ રહેવું પડે છે આથી અરજદારો કાળઝાળ ગરમીમાં પરસેવો પાડી રહ્યા છે આથી નંદુભાઇ, પંડ્યાભાઇ, હરસાણાભાઇ વગેરેએ જણાવ્યું કે વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે હાલ એક જ બારી છે અને તેમાં પણ ઘણી વખત કનેક્ટિવિટીના લોચા હોય છે તેથી લાંબી લાઇનો લાગે છે તંત્ર દ્વારા બીજી બારી શરૂ કરાય તેમજ છાંયડો અને બેસવા માટેની વ્યવસ્થા કરાય તેવી લોક માંગ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!