GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગ્રામ સભામાં જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતા ગ્રામ સભામાં હોબાળો મચ્યો

તારીખ ૦૨/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

૨ ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિત્તે દરેક ગુજરાતના દરેક ગામોની પંચાયતમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. આ ગ્રામસભા સ્પેશિયલ હશે જેની નોંધ ઉપર સુધી લેવાશે. પરિપત્ર મુજબના નક્કી કરેલા મુદ્દાઓની ચર્ચાઓ થશે. જેમા શિક્ષણ, જમીન, આરોગ્ય, મનરેગા, સરકારી દુકાન કે જે તે ગામના પ્રશ્નો હોય તેની ચર્ચા થવી જોઈએ.મોટાભાગે ગ્રામજનોની એ ફરિયાદ હોય છે કે ગ્રામસભા ક્યારે ભરાઈ જાય છે એની અમને ખબર જ હોતી નથી ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતમાં તો કંઈક અલગ જ ગ્રામ સભા જોવા મળે છે ત્યારે આજ રોજ યોજાયેલ ગ્રામ સભામાં વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી તેમજ સભ્યોજ ગેરહાજર જોવા મળિયા હતા તેમજ જે અધિકારીના અધ્યક્ષ સ્થાને થી ગ્રામ સભા યોજાવાની હતી તેજ તાલુકા કક્ષાના પશુ દવાખાના પશુ ચિકિત્સક અધિકારીજ ગેરહાજર જોવા મળ્યા હતા તેમજ વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી તલાટી ક્રમ મંત્રી આર.સી.ભોઈ પણ ગેરહાજર જોવા મળ્યા હતા ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભામાં સરપંચ તેમજ આંગણવાડી કાર્યક્રર તેમજ આશાવર્કર હજાર હતા અને ગ્રામ પંચાયતના રેવન્યુ તલાટી આર.ડી.પટેલ તેમજ તાલુકા પંચાયતના સભ્ય હાજર હતા તેમજ વેજલપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભામાં અમુક જાગૃત ગ્રામ જનો પણ હાજર રહ્યા હતા ત્યારે ગ્રામ સભામાં જવાબદાર અધિકારઓની ગેરહાજરી જોવા મળતા ગ્રામ જનોએ હોબાળો મચાવ્યો હતો અને ગ્રામ સભાના નીતિ નિયમ મુજબ ગ્રામ સભાનું કોરમ પૂરું ના થતા અને અધિકારીઓ ગેરહાજર રેહતા આજ રોજ યોજાયેલ ગ્રામ સભા મોકૂક રાખવામાં આવી હતી ત્યારે અગાઉ અમુક જે સભ્યો સામાન્ય સભા અને ગ્રામ સભામાં વિરોધ કરતા હતા તે સભ્યો પણ આજે ખાસ ગ્રામ સભામાં જોવા મળ્યા નોહતા ત્યારે આ સભ્યો સામે પણ અનેક પ્રશ્નો ગ્રામજનોએ ઉભા કર્યા હતા ત્યારે ૧૪ સભ્યો માંથી ગ્રામ સભામાં એક પણ સભ્ય ફરકયો નોહતો તો આવા સભ્યો શુ તેમના વિસ્તારના કામો કરતા હશે તેવા પણ પ્રશ્નો લોક મુખે સાંભળવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!