GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ની સીબી ગર્લ્સ હાઇસ્કુલ ના ધાબા ઉપર ટીટોડી એ ઈંડા મુક્યા ચોમાસુ સારું જવાની શક્યતા

 

તારીખ ૨૮/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની સીબી ગર્લ્સ હાઇસ્કુલ ના ધાબા ઉપર ટીટોડી એ ત્રણ ઇંડા મૂકેલા જોવાં મળ્યા હતા જેથી ચાલુ વર્ષે સારા વરસાદની સંભાવના વધી ગઈ છે.ખેડૂતો માને છે કે, તેમના અંદાજો સામાન્ય રીતે સચોટ હોય છે. એવું માનવામાં આવે છે કે, ટીટોડી વરસાદની રાહ જોતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને તે તેના ઇંડા મૂકવાની જગ્યા નક્કી કરે છે. ટીટોડીના ઈંડાના આધારે ગ્રામજનો ચોમાસાનું અનેક રીતે વિશ્લેષણ કરે છે. આમાં ઈંડાની સંખ્યા, તેમના મૂકવાની સ્થિતિ અને સ્થાનના આધારે ચોમાસું સારું રહેવાની કે ન રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. ગ્રામજનોના મતે, ટીટોડી દ્વારા ઉંચી જગ્યાએ ઈંડા મુકવાથી સારા વરસાદની આગાહી થાય છે અને નીચી જગ્યાએ ઈંડા મુકવાથી ઓછા વરસાદની આગાહી થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા છે કે, જો કોઈ ટીટોડીએ ધાબા પર કે ખેતરમાં ઝુંપડાં પર ઈંડા મૂક્યા હોય તો ચોમાસું ચોક્કસ સારું રહેશે, કારણ કે ટીટોડી વરસાદની અપેક્ષા રાખીને પોતાના ઈંડાને બચાવવા ઊંચા સ્થાને ઈંડા મૂકે છે.

Back to top button
error: Content is protected !!