BANASKANTHAGUJARATPALANPUR
સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરતી ટોકરીયા શાળા

24 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરતી ટોકરીયા શાળા પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્યદિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગામમાં તિરંગા , ડ્રમ , સૂત્રોચાર સાથે પ્રભાતફેરી કાઢવામાં આવી. શાળાના આચાર્યશ્રી બ્રિજેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળ આયોજન થયું. જેમાં શાળાના સિનિયર શિક્ષક શ્રી રામજીભાઈ હેમરાજભાઇ રોટાતરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ગામના વડીલો , યુવાનો, તેમજ SMC કમિટી, બાળકો સૌ હાજર રહ્યા હતા.






