GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના કંડાચ ખાતે શ્રી મનુદાદાની ૧૬૩મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય લોકડાયરો યોજાયો.

તારીખ ૨૪/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના કંડાચ સ્થિત પરમ પૂજ્ય શ્રી મનુદાદા ધામ ખાતે મનુદાદાની ૧૬૩મી જન્મ જયંતિ અને પવિત્ર અગિયારસના પાવન પ્રસંગે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રવિવારે રાત્રે યોજાયેલા આ ભવ્ય લોકડાયરામાં લોકકલાકાર ગોપાલ સાધુ , બિંદિયા સોલંકી અને સાહિત્યકાર જયદીપ ખુમાણ દ્વારા સુર અને સાહિત્યની રમઝટ બોલાવવામાં આવી હતી. મોડી રાત સુધી ચાલેલા આ ડાયરામાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મલાભ લીધો હતો.

આ ધાર્મિક ઉત્સવ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જીલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજય રાઠોડ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, એસ સી મોરચાના ડૉ સુનિલ પરમાર તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર તથા યુવા મોરચા પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. તમામ અગ્રણીઓએ પરમ પૂજ્ય શ્રી મનુદાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.મનુદાદાના ધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું સફળ આયોજન પરમ પૂજ્ય શ્રી મનુદાદા ધામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!