GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નાણાંકીય વર્ષના અંતિમ દિવસે તમામ સરકારી બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય તે ખૂબ જ જરૂરી છે અને તે માટે સરકારી કામ કરતી બેંકો/તિજોરી કચેરીઓના તમામ બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય ત્યાં સુધી ખુલ્લી રાખવી જરૂરી છે. જે અન્વયે નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેએ મળેલી સત્તાની રૂએ આગામી તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ નવસારી જિલ્લાની જિલ્લા/પેટા તિજારી કચેરીઓ તેમજ નવસારી જિલ્લામાં આવેલી ભારતીય સ્ટેટ બેંકની તમામ શાખાઓ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની કામગીરી સમયસર પૂર્ણ થાય અને સરકારી નાણાંકીય લેવડ-દેવડના કામકાજ અર્થે સરકારી બીલો તથા ચેકોનું સંપૂર્ણ પેમેન્ટ થઇ જાય ત્યાં સુધી એટલે કે રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી ખુલ્લી રાખવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!