GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ઉપલેટા, કોટડાસાંગાણી અને લોધીકા તાલુકામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રૂ. ૫.૯૩ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

તા.૧૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Upleta: રાજકોટ જિલ્લામાં સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે. જેની બેઠકમાં કલેક્ટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે કુલ રૂ. ૪૪,૨૪,૪૨૧ના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જે પૈકી ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામમાં રૂ. ૭૩,૦૦૦ના ખર્ચે હયાત બોર પર અને કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામમાં રૂ. ૫૪,૦૪૧ના ખર્ચે હયાત કુવા પર પમ્પીંગ મશીનરી તેમજ લોધીકા તાલુકાના રાતૈયા ગામમાં રૂ. ૪,૬૬,૬૯૩ના ખર્ચે નવા બોર તથા પમ્પિંગ મશીનરીની કામગીરી થશે. આમ, ઉપલેટા, કોટડાસાંગાણી અને લોધીકા તાલુકામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રૂ. ૫,૯૩,૭૩૪ના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે, તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!