ગોધરા ના રેલ્વે યાર્ડ ખાતે પીર બાદશાહ બાબાની દરગાહમાં પરંપરાગત રીતે ઉજવાતા ઉર્સની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા શહેર સ્થિત રેલ્વે જી.એલ.યાર્ડ ખાતે આવેલ વર્ષો જૂની દરગાહ હઝરત સૈયદ પીર બાદશાહ બાબાની દરગાહ પર ઈસ્લામી જીલહજ્જ મહિનાની મુસ્લિમ તારીખ ૧૧ માં ચાંદે પરંપરાગત રીતે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી.બાદશાહ બાબા પીરના ઉર્સ નિમિત્તે દરગાહ પર ચાદરપોશી અને ગુલપોશીની રસમ અદા કરવામાં આવી હતી જેમાં ગોધરા શહેરના આલીમો અને હાફિઝ સાથે ગુજરાત ભાજપ લઘુમતી મોરચાના મંત્રી સઇદખાન પઠાણ તથા યુસુફ પઠાણ,ફારૂક પઠાણ,કાદરખાન,સરફરાઝ શેખ, સલમાનખાન,શોકતભાઇ,શરીફખાન અને આ વોર્ડના કાઉન્સિલ મુન્નાભાઇ સહિત મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સંદલ શરીફની વિધિના સમાપન બાદ દરગાહ ખાતે મોડી સાંજે નિયાઝનો આયોજન બાદશાહબાબા હુસેની યંગ સર્કલ અને ખાડી ફળીયા યંગ ગ્રુપ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ નિયાઝમા ભાગ લીધો હતો જ્યાં સમગ્ર ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુઓ આસ્થાથી માથું ટેકવી બાદશાહ બાબાની દરગાહમાં દુઃખદર્દોની માનતા માની હંમેશા દરગાહ નો આશરો લેતા હોય ગતરોજ દરગાહનો ઉર્સ હોવાથી મોટીસંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.