DHARAMPURVALSAD

ધરમપુરના ખારવેલમાં સાકાર વાંચન કુટીરના સ્થાપના દિનની ઉજવણી

લાયબ્રેરીનો ઉપયોગ કરી સાત વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી શક્યા

વલસાડ, તા. ૨૮ માર્ચ

ધરમપુર તાલુકાના ખારવેલ ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ, Rainbow warriors ધરમપુર તથા ગ્રામ પંચાયત ખારવેલ સંચાલિત સાકાર વાંચન કુટીર ખારવેલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેનું આ કાર્યક્રમનું ઉદ્દઘાટન તાલુકા પંચાયત સભ્ય રેખાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા તિજોરી કચેરીના કર્મચારી અને જિલ્લા કર્મચારી મહામંડળના પ્રમુખ નિમેશભાઈ ગાંવિતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું. મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડૉ.વર્ષાબેન પટેલે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સેમિનાર  યોજવા બાબતે તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આવા સેમિનારનો લાભ લેવા અપીલ કરી જણાવ્યું કે, ‘‘સંગ તેવો રંગ” એ કહેવત માણસોની બાબતમાં સાચી છે, તેમ પુસ્તકોની બાબતમાં પણ સાચી જણાય છે. મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવન ઘડતર ૫૨ નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્રની જેમ સારું પુસ્તક માનવીને સુખદુઃખમાં સાથ, સહારો અને સાંત્વના આપે છે. અંગ્રેજીમાં A good book is man’s friend, philosopher and guide ઉક્તિ અક્ષરશઃ સાચી છે. ચિત્રફૂટ એવોર્ડ વિજેતા શિક્ષક ડો.વીરેન્દ્ર ગરાસિયાએ નાનપણથી જ વિદ્યાર્થીઓને લાયબ્રેરીમાં વાચન માટેની ટેવ વિકસાવવા  માટે બધા શિક્ષકો અને વાલીઓને અનુરોધ કર્યો હતો. શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક જયંતિભાઈ પટેલ (નગારિયા), જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિન્ટર ધરમપુર), શિક્ષક અશોકભાઈ પટેલ, શિક્ષકા દર્શનાબેન પટેલ, ટીચર સોસાયટીના સહમંત્રી રાજેશભાઈ પટેલ, સુભાષભાઈ બારોટ, ઉમેશ પટેલ, અંકિત પટેલ, ઉજ્જવલ પટેલ અને  દાતા પ્રેમાભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં આજના સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં લાઇબ્રેરીનું મહત્વ સમજાવ્યું હતું.

આજના યુવાધનને વાચનાલય તરફ વાળવા માટે, એક સારા નાગરિકનું ઘડતર કરવા માટે, યુવાનોમાં સંપ, સહકાર અને સહયોગની ભાવના વિકસે એવા હેતુસર સાકાર વાંચન કુટીર ખારવેલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આવી નવ જેટલી લાયબ્રેરીઓની અલગ અલગ ગામોમાં સ્થાપના કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં આવી લાયબ્રેરીનો ઉપયોગ કરી સાતેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી શક્યા છે ત્યારે આ એક સાકાર જીવન વિકાસ ટ્રસ્ટની અનેરી સિધ્ધિ કહી શકાય. ગામના સરપંચ રાજેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી સાકાર વાંચન કુટીર માટે સહયોગ આપનાર દાતાઓના ઋણનો સ્વીકાર કર્યો હતો.  કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો, દિવ્યાંગભાઈ ઠાકોર તથા rainbow warriors dharampur ના કો.ઓ શંકર પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!