GODHARAPANCHMAHAL

નમર્દા શ્રમ અને સેવા શિબિરમાં ગોધરાનો યુવક આશિષ બારીઆ જોડાયો..

વાત્સલ્ય સમાચાર

વિપુલ દરજી ગોધરા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ રામપુરા ગામ ખાતે રમત-ગમત યુવા અને સાંકૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનરશ્રી , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ , ગાંધીનગર દ્વારા પ્રેરિત “ નર્મદા શ્રમ અને સેવા શિબીર ” ૨૦૨૨-૨૩માં 7 દિવસ માટે યોજવામાં આવ્યો હતો.જેમાં આખા ગુજરાત રાજ્યના યુવાનોમાં સાહસીક અને સર્જનાત્મક અભિગમ કેળવાય તથા વિશ્વની મોટામાં મોટી સિંચાઇ યોજના પૈકીની એક અને ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજ્યના યુવાનો પોતાની શક્તિઓને જોતરે , સદ ઉપયોગ કરે અને તે રીતે રાજ્યના અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશયથી આ “ નર્મદા શ્રમ અને સેવા શિબીર ” નું આયોજન કરવામાં આવે છે . આ શિબીરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય તથા “ એક ભારત શ્રેષ્ઠ ભારત ” અંતર્ગત કાર્ય કરવામાં આવે છે તથા નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી , ચર્ચા , સભા , પ્રવચન , ધ્વારા યુવાનોને નર્મદા શ્રમ શિબીરમાં જોડવામાં આવે છે.ત્યારે પંચમહાલ જિલ્લામાંથી ગોધરા તાલુકાનો યુવક આશિષ બારીઆની પસંદગી કરવામાં આવી હતી.જેમાં તેઓએ 7 દિવસીય આ શિબિર સફળતા પૂર્વક પુરી કરી હતી.તેમને શિબિર દરમિયાન આસપાસની જગ્યાની સાફ સફાઈ, નર્મદા નદીની સફાઈ કરવામાં આવી હતી.તેમને 7 દિવસ માટે શ્રમ દાન આ શિબિરમાં કર્યું હતું.તેમને આ શિબિરમાં ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્યા હતા.તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!