DASADAGUJARATSURENDRANAGAR

પાટડીમાં છ જગ્યાએ શરૂ કરેલા વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન

તા.27/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાટડી જૈનાબાદ રોડ પર આવેલું નવુ બસસ્ટેન્ડ ગામથી ખુબ જ દૂર આવેલું હોવાથી નગરજનો અને મુસાફરો ત્યાં જવાના બદલે જૂના બસસ્ટેન્ડમાં કે ચાર રસ્તે ગાંધીજીના બાવલા પાસેથી બસમાં જતા આવતા હતા બીજી બાજુ પાટડી ચાર રસ્તે નવું તાલુકા સેવા સદન બનતા એની સામે આવેલી જૂની મામલતદાર કચેરી બંધ હાલતમાં હતી આથી પાટડી નગરપાલિકાના દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરી જૂની મામલતદાર કચેરીમાં ટેમ્પરરી બસસ્ટેન્ડની મંજૂરી મેળવી નગરપાલિકા દ્વારા આ નવુ બસસ્ટેન્ડ તૈયાર કરી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પાટડી નગરપાલિકા દ્વારા આ નવા બસસ્ટેન્ડનું દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે પાટડી નગરપાલિકા દ્વારા 76માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અંદાજે રૂ.30 લાખના ખર્ચે પાટડી નગરજનોને મિનરલ ઠંડુ પાણી માત્ર રૂ. એકમાં એક લિટર અને પાંચ રૂ.માં 20 લિટર પાણી મળી રહે એ માટે અલગ અલગ છ જગ્યાએ વોટર એટીએમ લગાવી નગરજનો માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બીજી બાજુ સુકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં મે-જૂન માસમાં ગરમીનો પારો છેક 48 ડિગ્રીને પણ પર પહોંચી જાય છે ત્યારે પણ હાલમાં પાટડીમાં આકરા ઉનાળાની શરૂઆતમાં જ 40 ડિગ્રી તાપમાનમાં નવા બસ સ્ટેન્ડ સહિત છ જગ્યાએ શરૂ કરેલા વોટર એટીએમની સુવિધાનુ બાળમરણ થતાં નગરજનો નિરાશ થયા હતા પાટડીમાં અંદાજે રૂ. 30 લાખના ખર્ચે શરૂ કરાયેલા તમામ છએ વોટર એટીએમ હાલ બંધ હાલતમાં શોભાના ગાંઠીયા સામાન બનવા પામ્યા છે આ અંગે નગરજનો દ્વારા તંત્રને અનેકો વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનાં પાણી પણ હલતુ નથી આથી આકરા ઉનાળાની કાળઝાળ ગરમી પહેલા આ તમામ વોટર એટીએમ ફરી શરૂ કરવામાં આવે એવી વ્યાપક માંગ પાટડી નગરજનોમાં ઉઠવા પામી છે આ અંગે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલનો સંપર્ક કરતા એમણે જણાવ્યું કે જે કંપનીને મેઈન્ટનન્સ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે એમની સાથે વાત થઇ છે એ લોકો આવીને પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે અને આવનારા ચાર પાંચ દિવસમાં એનું રીપેરીંગ કામ કરાવી પાટડીના તમામ વોટર એટીએમ ચાલુ કરી દેવામાં આવશે જેથી પાટડી નગરજનોને ઉનાળામાં કોઈ તકલીફ ના પડે એવું જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!