GARUDESHWAR

યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર.

વાત્સલ્યમ સમાચાર
કેવડીયા કોલોની
રિપોર્ટ – અનીશ ખાન બલુચી

યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર.

નર્મદા જિલ્લો ટ્રાઇબલ જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે અહીં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસે છે આજે ગરુડેશ્વર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો રણજીતભાઈ દિનેશભાઈ તડવી ચંદ્રકાંતભાઈ કે તડવી શૈલેષભાઈ તડવી તેમજ મહિલા આગેવાન દક્ષાબેન તડવી એ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી કાયદાની વિરોધમાં આજે ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે ભેગા થઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

14 જુન 2023 ના રોજ ભારતના કાયદા પંચ દ્વારા દેશમાં સમાન નાગરિક સહિતના સંબંધોમાં પબ્લિક નોટિસ જાહેર કરી હતી જેમાં સમાન નાગરિક સહિતના કાયદો લાગુ કરવાના સમર્થનમાં અને વિરોધમાં 28 જુલાઈ 2023 સુધીમાં અભિપ્રાયો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું
ભારત દેશમાં વિવિધતામાં એકતા એ આપણી પ્રમુખ વિશેષતાઓમાંથી એક છે ભારત એક ધર્મનિરપેક્ષ દેશે છે.અહીં અલગ અલગ સમુદાયો જેમકે ઈસાઈ યહૂદી મુસ્લિમ બૌદ્ધ શીખ અને આદિવાસીઓ વગેરે વસે છે

ભારત દેશના 705 આદિવાસી સમુદાય એવા છે જે ભારત દેશમાં અનુસૂચિત જનજાતિના રૂપમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે આદિવાસી સમાજ જન્મથી મૃત્યુ સુધીના રીત રિવાજ હિન્દુ અને ભારત દેશની અન્ય જાતિઓ અને સમુદાયો કરતા અલગ છે હિન્દુ કાયદાઓ પણ આદિવાસીઓ પર લાગુ નથી થતા કારણ કે એમના રૂઢિગત કાયદાઓ છે જે બંધારણ અંતર્ગત સંરક્ષિત છે
સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી વિશિષ્ટ ઓળખ પ્રભાવિત થશે.
દેશના આદિવાસીઓના રૂઢિગત કાયદાઓ સમાપ્ત થઈ જશે
આદિવાસીઓને આપવામાં આવેલ બંધારણીય અધિકારો અને આદિવાસીઓ માટે બનાવવામાં આવેલ કાયદાઓને સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી સીધી અસર થશે હાલના સમયમાં આદિવાસીઓના મૂળ અધિકારો જેમકે બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિત રૂઢિગત ગ્રામસભા એટ્રોસિટી એક્ટ અન્ય અધિકારોની અવગણના થઈ રહી છે તો સમાન નાગરિક સહિતા કાયદો લાગુ કરવામાં આવશે તો અમારા જે મૂળ અધિકારો છે તે તમામ થઈ જશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!