LIMKHEDA

લીમખેડા તાલુકા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા મૌન ધરણાં કરવામાં આવ્યા.

તારીખ 12 8 2023 ને શનિવારના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના આદેશ અનુસાર લીમખેડા તાલુકા શૈક્ષણિક સંકલન સમિતિએ તેઓની પડતર માગણીઓ સંદર્ભે લીમખેડા તાલુકા મથકે જૂની મામલતદાર કચેરીના મેદાનમાં મૌન ધરણાં કરી શિક્ષણ અંગેની વિવિધ માગણીઓ સરકાર દ્વારા ન સ્વીકારતા અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રાન્ટેડ શાળાના સંચાલકો આચાર્યો શિક્ષકો કલાકો તેમજસેવકો એ

મૌન ધરણા પર બેઠા હતા તેઓની પડતર માગણીઓમાં તારીખ 1 4 2005 પહેલાના કર્મચારીઓની જૂની પેન્શન યોજના ની બહાલી કાયમી શિક્ષકો ક્લાર્ક પટાવાળા ની ભરતી કરવી પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવી સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો આપવો જેવી માંગણીઓનો સરકારશ્રીના મંત્રીઓ તેમજ અધિકારીઓએ વિધાનસભાની ચૂંટણી પહેલા પત્રકાર પરિષદમાં સિદ્ધાંતિક સ્વીકાર કરીને ટૂંક સમયમાં જ ઠરાવ કરી પરિપત્ર કરવાનો જણાવેલુ હતું તેનો આટલો બધો સમય થયો હોવા છતાં પરિપત્રો ન થતા પાંચમા તબક્કાના મૌનધરણ દ્વારા રાખવામાં આવ્યા હતા લીમખેડા તાલુકા સંકલન સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમની લાગણી અને માંગણી ને સરકાર દ્વારા આપેલા વચનોને પરિપત્ર કરીને વહેલી તકે પૂર્ણ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી..

સુરેશ પટેલ લીમખેડા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!