LIMKHEDA

લીમખેડા ની પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ માં ગૌરીવ્રત નિમિત્તે મેંહદી સ્પર્ધા યોજાઈ

આજરોજ તારીખ 30 6 2023 ના રોજ પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે ગૌરીવ્રત તેમજ અન્ય તહેવારોને અનુલક્ષીને સાંસ્કૃતિક સમિતિના કન્વીનર દેવીબાળા બી પરમાર દ્વારા શાળામાં મહેંદી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં 50થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સૌ વિદ્યાર્થીનીઓ એ પોતાની સહ અભ્યાસુ વિદ્યાર્થીનીના હાથમાં સુંદર અને કલાત્મક મહેંદી મૂકી અને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ હરીફાઈમાં ડામોર હિર એચ પ્રથમ, બારીયા હિરલ પી દ્વિતીય અને બારીયા ચંદ્રિકા પી અને ચૌહાણ ભાવિકા એન તૃતીય નંબર મેળવી વિજેતા રહી હતી સૌ વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્ય કલાવતીબેન બી ગોંદીયા એ અને સુપરવાઇઝર સુરેશ એચ પટેલે ગૌરીવ્રત નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી અને વિજેતા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સુરેશ પટેલ લીમખેડા

Back to top button
error: Content is protected !!