IDARSABARKANTHA

ઈડર ખાતે ચાલતી બાળ ગોપાળ બેન્કમાં બાળકો પોતાની બચત કરી બન્યા પગપર…

સમગ્ર દેશની પ્રથમ બાળ બેન્કમાં ૧૭ હજાર કરતા વધુ સભાસદોએ વિશ્વાસ મૂક્યો…

 

સમગ્ર દેશની પ્રથમ બાળ બેન્કમાં ૧૭હજાર કરતા ખાતા ધારકોએ વિશ્વાસ મૂક્યો…
ઝીરો થી અઢાર વર્ષ સુધીના બાળકો પોતાની બચત કરી રહ્યા છે બાળ ગોપાળ બેન્કમાં…
ઈડર ખાતે ચાલતી બાળ ગોપાળ બેન્કમાં બાળકો પોતાની બચત કરી બન્યા પગપર…
સુણય માંથી સર્જન કરનાર બાળકોને જોઈ વાલીઓમાં અનેરો આનંદ

ઈડર શહેર ખાતે ચાલતી બાળ ગોપાળ બચત અને ધિરાણ સહકારી મંડળી લી દ્રારા ધરે ધરે બાળકોને બચત પેટી આપી બાળકોની અનોખી રકમ ભેગી કરવામાં સહભાગી થઈ છે.. બાળકોને ઘરેથી પડીકા અને નાસ્તા માટે મળતા પૈસા બચત પેટી નાખી દર મહીને મોટી રકમ બાળ ગોપાળ બેન્કમાં જમા કરાવી રહ્યા છે.. જોઇએ વિશેષ અહેવાલ…

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે વર્ષ ૨૦૦૯ માં બાળ ગોપાળ બચત બેન્ક સરું કરવામાં આવી હતી.. બાળક જન્મે ત્યારથી અઢાર વર્ષ સુધીના બાળકો આ બાળ ગોપાળ બચત બેન્કમાં પોતે સભાસદ બનતા હોઈ છે.. સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયેલ બાળ ગોપાળ બચત બેન્ક સરું કરવાનો ઉદ્દેશ એય હતો કે બાળકોમાં બચતના સંસ્કાર વધે.. બાળકોને બચત અર્થે વાલીઓ અવનવા પ્રયાસો કરતાં હોઈ છે જેમકે માટીનો ગલ્લો પતરા નો ગલ્લો લાવી તેમાં બાળકો પોતાની બચત કરતા હોઈ છે.. જૉકે જ્યારે પણ પરિવારને પૈસાની જરૂરિયાત હોઈ છે ત્યારે તે પહેલા માટી અથવા પતરા નો ગલ્લો તોડી નાખતા હોય છે.. જેનાથી બાળકોએ કરેલ પોતાની બચતનાં પૈસા વપરાઈ જતાં હોઈ છે.. ત્યારે બાળકો પોતાની બચત કરી શકે અને બચત કરેલ રકમ તેઓનાં ભવિષ્ય માં કામ આવે તે હેતુ થી ઈડર ખાતે બાળ ગોપાળ બચત બેન્ક સરું કરવામાં આવી હતી.. જ્યારે બેન્ક સરું થયાના આજે ૧૫ વર્ષ જેટલો સમય થયો અને બેન્ક માં ૧૭ હજાર કરતાં પણ વઘુ બાળકો સભાસદ બની પોતાની બચત કરી રહ્યા છે…

 

જન્મ થી અઢાર વર્ષ સુધીના બાળકો બચત બેંકમાં પોતાની બચત કરી શકે છે.. ત્યારે બાળકોમાં નાનપણ થીજ બચતના સંસ્કાર વધે અને પૈસા ની કિંમત ખ્યાલ આવે તે ઉદ્દેશ સાથે બેક સરું કરવામાં આવી હતી.. આજે બેંકમાં ૧૭ હજાર કરતાં પણ બાળકો દર મહીને પોતાની બચત જમાં કરાવી રહ્યા છે.. જ્યારે બેંકમાં સભાસદ બનતા બાળકોનું ખાતું ખોલવામાં આવે છે અને ત્યાર બાદ બેંકનો સ્ટાફ ધરે પહોચી બેંકની બચત પેટી બાળકોને આપતાં હોઈ છે.. બાળકોને આપેલ બચત પેટીમાં બાળકો પોતાના પરિવારજનો પાસેથી લેતાં નાસ્તા અને પડિકા માટેની રકમ બચત પેટીમાં નાખતા હોય ની છે.. જ્યારે દર મહીને બેન્કનો સ્ટાફ બાળકના ધરે પહોચી બચત પેટીમાં ભેગી થયેલ રકમ બેન્કમાં જમાં કરતા હોઈ છે.. જે બાળકો દર મહીને બેંકમાં નાની નાની રકમ ભેગી કરતા હોઈ છે બાળક જયારે અઢાર વર્ષનો થાય અને તે બેન્કમાં આવી પોતાની રકમ ઉપાડતો હોઈ છે ત્યારે તે ખૂબ આનંદ અનુભવતો હોય છે.. જ્યારે ભેગી કરેલી રકમ માંથી પોતે મોટો થઈ મોબાઈલ, લેપટોપ, ગાડી, અથવા જોઇલ સ્વપ્ન પુરા કરતા જોઈ પરિવાર પણ ખુશ થતો હોય છે…

 

ઈડર ખાતે ચાલતી બાળ ગોપાળ બચત બેન્કનાં કર્મચારીઓ જ્યારે બાળકોના ધરે પહોચતા હોઈ છે ત્યારે તેઓ ખૂબ આનંદ થતા હોઈ છે.. જ્યારેપણ નવું એકાઉન્ટ ખોલવામાં આવે છે ત્યારે બાળકોની પેટી માંથી પહેલા મહીને બે હજાર અથવા પચિસો રૂપિયા નીકળતા હોઈ છે.. જૉકે એક્જ ધરમાં ભાઈ બહેન હોઈ અને બંનેના ખાતા ખુલેલા હોઈ છે ત્યારે બંને ભાઈ બહેન બચત કરવામાં ભારે ઉત્કુસ રહેતાં હોઈ છે.. જ્યારે પણ બેન્કનો સ્ટાફ દર મહિને પેટી ખોલવા બાળકોના ધરે પહોંચતો હોઈ છે ત્યારે બાળકો સ્ટાફની આંતરતા પૂર્વક રાહ જોતા હોય તેવાં દ્ર્શ્યો જૉવા મળે છે.. જ્યારે બાળકોની બચત પેટી ખોલવામાં આવે છે ત્યારે બાળકો પોતાની બચત કરેલ પોતે ગણતરી કરી બેંકનાં સ્ટાફને આપતાં હોઈ છે ત્યારે બાળકો ખૂબ ખુશ જોવા મળતા હોય છે.. દર મહીને બચત પેટી માંથી નીકળતી રકમને લઇ પણ બાળકો ભારે ખુશ જોવા મળતા હોય અને તેઓ પોતે આગલા મહિને વઘુ બચત કરવાનું વિચારતા હોય છે.. ત્યારે બેંકમાં નાની રકમ માંથી મોટી રકમ સુધી પહોંચતા બાળકો પોતે અનેરો આનંદ અનુભવતા હોય છે અને બાળ ગોપાળ બચત બેન્કમાં બચત કરવું ખૂબ પસંદ પણ કરતા હોય છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!