DEDIAPADANARMADA

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારામાંથી બાઇક પર લઈ જવાતો દારૂ ઝડપાયો*

*નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારામાંથી બાઇક પર લઈ જવાતો દારૂ ઝડપાયો*

 

 

 

 

તાહિર મેમણ : ડેડીયાપાડા 28/12/2023- પોલીસ દ્વારા દારૂના દુષણને ડામવા રોજે રોજ છાપા મારી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ડેડીયાપાડા પોલીસે મળેલી બાતમીના આધારે નાની સિંઘલોટી નાકા નજીકના રોડ ઉપરથી નાકાબંધી કરી મોટર સાયકલ ઉપર દારૂની હેરાફેરી કરતા બે આરોપીને ઝડપી પાડ્યા હતા, તો બીજા કેસમાં સાગબારા પોલીસે ખડકુની ગામ પાસેથી બાઈક ઉપર લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડ્યા હતા.

 

ડેડીયાપાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન તેઓને બાટલી મળી હતી કે બાઈક ઉપર ઇંગ્લિશ દારૂની હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો નાની સિંગલોટી નાકના રોડ ઉપર વોચમાં હતા, તે દરમિયાન યામાહા કંપનીની આર-15, મોટર સાયકલ નં. GJ.16.DH.3277 ઉપર થેલો લટકાવી આવી રહેલા બે ઇસમોને પોલીસે રોકી તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો,

 

જેમાં ડેડીયાપાડા પોલીસે રૂ.13,000 નો ઇંગ્લિશ દારૂ તથા રૂ. 10,000, ના 2 મોબાઈલ, તેમજ રૂ.30,000 ની મોટર સાયકલ સહિત રૂ. 53 હજારના મુદ્દામાલ કબ્જે કરી બે આરોપી (1) દક્ષેષ શાંતિલાલ વસાવા રહે. નવીનગરી, હરીપુરા, તા. ઝઘડિયા ભરૂચ તથા (2) મનીષ સુરેશભાઈ વસાવા રહે. વચલુ ફળિયું, રાજપરા, તા.ઝઘડિયા, જી. ભરૂચને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ સ્ટાફના માણસોને ઇંગ્લિશ દારૂ હેરાફેરીની બાતમી મળતા ખડકૂની ગામ પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન હોન્ડા કંપનીની યુનિકોન બાઈક નં. GJ.17. CJ.5219 ને રોકી તપાસ કરતા મહારાષ્ટ્રના અક્કલકુવાના અજાણ્યા ઈસમ પાસેથી લઈ કોસંબાના શૈલેષ ( જેના પૂરા નામ સરનામાની ખબર ન હોય) ને આપવા લઈ જવાતો નાની મોટી મળી કુલ, 26 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો,

 

સાગબારા પોલીસે 12,000 ના ઇંગ્લિશ દારૂ તથા રૂ. 50,000 ની એક હોન્ડા કંપનીની સાઈન બાઈક, તેમજ રૂ. 10,000 ના 2 મોબાઈલ મળી કુલ રૂ. 72,000 નો મુદ્દામાલ સાથે આરોપી (1) નિલેશ રવિન્દ્ર પાડવી તથા (2) શૈલેષ કાંતિલાલ વસાવા બંને રહે. રાણીપુર, નવી નગરી ફળિયું, તા.સાગબારા, નર્મદા તેમજ આ દારૂનો જથ્થો મંગાવનાર કોસંબાના શૈલેષ વિરુદ્ધ સાગબારા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!