PATANSIDHPUR

સિદ્ધપુર એસ ટી ડેપોએ સતત બીજા વર્ષે ડીઝલ બચત કરી પ્રથમ નંબર મેળવ્યો

પાલનપુર ડીવીઝનમાં આવતા સિદ્ધપુર ડેપોએ સતત બીજા વર્ષે ડીઝલ બચત કરી પ્રથમ નંબર મેળવ્યો

 

એસટી વિભાગીય નિયામક દ્વારા ડેપો મેનેજરને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા

 

સિદ્ધપુર ડેપોને મળેલા એવોર્ડ પાછળ ડ્રાયવર અને કંડકટરની સમય સુચકતા અને નિષ્ઠા પૂર્વકની કામગીરીના કારણે Kmplમાં સારો સુધારો આવ્યો છે જેના માટે પાલનપુર ડિવિઝનમાં આવતા સિદ્ધપુર ડેપોએ ડીઝલ બચતમાં પ્રથમ નંબર મેળવતા ડેપો મેનેજરને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના પાલનપુર એસટી વિભાગના સિધ્ધપુર ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરી અને કર્મચારીઓના સાથ સહકાર થી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સિદ્ધપુર ડેપો દ્વારા ડીઝલ બચતમાં પાલનપુર ડિવિઝનમાં સતત બીજા વર્ષે પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે જેમા આ વર્ષ 2022-23માં ડીઝલ KMPL (કિલોમીટર પર લિટર) માં 5.56નો આંક હાંસલ કરી રાજ્યમાં 13મો ક્રમ જ્યારે પાલનપુર ડિવિઝનમાં પ્રથમ આંક હાંસલ કર્યો છે જેને લઈ એસટી વિભાગીય નિયામક કિરીટભાઇ ચૌધરી દ્વારા સિદ્ધપુર એસટી ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીને સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ એસટી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા. સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!