PANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી સંગીતાબેન દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર મદદ માંગી હતી

શહેરા

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી સંગીતાબેન દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ કે મારાં પતિ મારાં પર શક વહેમ કરે છે જેના કારણે તે કંઈપણ કામધંધો કરવા જતા નથી અને કામ પર જવા કહેતા નશો કરીને ઘરે આવી ઝગડો કરી મારપીટ કરે છે તેમને સમજાવવા બાબત.

પંચમહાલ અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી સંગીતાબેન સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે અમારા લગ્નને અંદાજે 5 વર્ષ થયાં છે અને સંતાનમાં 3 બાળકો છે.થોડા સમય પહેલાજ મારાં સાસુ અવસાન પામ્યા છે. હવે ઘરમાં અમે પતિ પત્ની અને 3 બાળકો રહીયે છીએ. મારાં સાસુના અવસાન પછી મારાં પતિ કંઈપણ કામધંધો કરવા જતા નથી.અને ઘરની કોઈપણ જવાબદારી ઉઠાવતા નથી. અને હું કામકાજ માટે મોકલું તો તે જણાવે છે કે મને કામધંધો કરવા બહાર મોકલી તું ફળિયામાં બધાના ઘરે બેસવા જાય છે અને તે લોકો તને ખોટા રસ્તે ચડામણી કરે. તને એકલા રહેવા આઝાદી જોઈએ છે.આવા ખોટા વહેમ કરે છે તેમજ વહેમના કારણે મને ઘરની બહાર પણ નીકળવા દેતા નથી કે તે પોતે પણ કામધંધો કરવા જતા નથી. અને નશાની હાલતમાં ઘરે આવીને ઝગડો કરી મારી સાથે મારપીટ કરે છે.

સ્થળ પર જઈ સંગીતાબેનના પતિનું અસરકારક કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું. સંગીતાબેનના પતિ કાળુભાઇ ને તેમની ભૂલ સમજાઈ અને 181 ટીમ ની સમક્ષ ભૂલ સ્વીકારી તેમની પત્ની સંગીતા બેનની માફી માંગી. અને લેખિતમાં બાંહેધરી આપીકે હવે પછી હું મારી પત્ની પર કારણ વગર ખોટી રીતે વહેમ શક નહિ કરું અને કામધંધો કરી ઘરની જવાદારી ઉઠાવીશ.કાળુભાઇ ને તેમની ભૂલ સમજતા સંગીતાબેને પણ તેમના પતિ સુધારવાની એક તક આપી.

આમ 181 ટીમ દ્વારા પતિ પત્ની બંનેનું અસરકારક કાઉન્સિલિંગ કરી બંને વચ્ચે સુખદ સમાધાન કરાવેલ.

પોતાના પતિને આ રીતે કાયદાનું ભાન કરાવી અને શક વહેમ નહિ કરવા તેમજ કામધંધો કરી ઘરની જવાબદારી નિભાવવા સજાવવી સેહમત કરવા બદલ સંગીતાબેને 181 અભયમ ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!