GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટમા જ્ઞાન સહાયક યોજના રદ કરવા CYSS દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન

તા.19/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત ભરતી કરતી જે રવા આવલે સમિરી, કાક્કી દ્વારા જ્ઞાનસહાયક યોજના લાવવામાં આવી છે, તે રદ કરી, કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા રાજકોટ ના બહુમાળી ભવન ચોક પાસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં શિક્ષકોની કરારી ભરતી આવતા વિદ્યાર્થીઓ દ્વારા કાયમી શિક્ષક બનવા માટે હજારો રૂપિયા ફી ભરીને મહેનત કરી મેળવેલ ડીગ્રીઓનુ કોઇ મૂલ્ય રહેલ ન હોય, તેથી તે B.A., B.Com, B.Sc, B.Ed, M.Ed જેવી ડીગ્રીઓ રૂ. ૩૫/-, રૂ. ૫૦/- ની કિંમતે ટેટ ટાટના ઉમેદવાર ને સાથે રાખી નાટ્યાત્મક રીતે વેંચવા જેવા અનોખા વિરોધ સાથે પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તમામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

જ્ઞાન સહાયક યોજના થી જે વિદ્યાર્થીઓ વર્ષો થયા કાયમી શિક્ષક બનવા માટે તનતોડ મહેનત કરી TET-1,2 અને TAT-1 જેવી પરિક્ષામા પાસ કરેલ હોય, તેવા ઉમેદવારોના કાયમી શિક્ષક બનવાના સપના ઉપર રાજ્ય સરકાર દ્વારા આ યોજના લાવીને પાણી ફેરવવામા આવ્યું છે. સાથોસાથ ૧૧ માસ જ્ઞાન સહાયક નોકરી કરીને જે-તે શાળા પાસેથી સંતોષકારક કામગીરી માટેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અન્યથા ૧ વર્ષ સુધી આ જ્ઞાન સહાયક યોજના માટે પણ અરજી નહીં કરી શકાય, તેવા અનેક કાળા નિયમો આ યોજનામા જોવા મળે છે. શું આવા પ્રમાણપત્ર મેળવવા ઉમેદવારોનુ શોષણ નહીં થાય, તે માટે ભ્રષ્ટાચાર નહીં થાય! તેની જવાબદારી કોની? એક બાજુ અસરે ૧૭૦૦ થી વધુ સરકારી શાળામા માત્ર ૧ શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે, તેમજ રાજ્યમાં કુલ ૩૨૦૦૦ થી વધુ કાયમી શિક્ષકોના પદ હાલ ખાલી હોય, આ ઉપરાંત NEP – ૨૦૨૦ નવી શિક્ષણ નીતિ માં પ્રવાસી શિક્ષક, કરારી શિક્ષક ના બદલે કાયમી ભરતી કરવા ઠેરવ્યું હોય, ત્યારે આવી કરાર આધારિત ભરતી લાવીને સરકારની મેલી ઇચ્છા સ્પષ્ટ પણે દેખાય આવે છે.

આથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS વતી પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા દ્વારા આ વિરોધ પ્રદર્શન દ્વારા માંગ કરવામાં આવી કે, આ જ્ઞાન સહાયક યોજના તાત્કાલિક ધોરણે રદ કરીને, શિક્ષકોની કાયમી ભરતી બહાર પાડી, સરકારી શાળામા શિક્ષકોના ખાલી પદો કાયમી ભરવામાં આવે અને કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવામાં આવે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, શહેર પ્રમુખ પ્રણવ ગઢવી, શુભમ જોષી, અમન અન્સારી, કલાપી વારા, ફરાઝ મોગલ, હર્ષ મારું, રોજાસરા નરેન્દ્ર, કૌસીક ચાવડા, વિવેક ચાવડા, મોહીત ઝિંઝુવાડીયા, અભિષેક ટાંક, દેવેન્દ્ર વાઘેલા, આરીફભાઇ, નહિમભાઇ સહિત ૧૬ થી વધુની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!