NAVSARI

નવસારી પોલીસે ચીખલીના ચકચારી હત્યા કેસના ત્રણેય આરોપીઓ ઝડપી તપાસનો ઘમઘમાટ તેજ કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

ચીખલીના ચકચારી વિનય હત્યાકાંડ પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. આ હત્યાકાંડના ત્રણેય આરોપીઓને પાલનપુર અને કલોલ થી પકડી લાવી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરી છે.આરોપીઓની ધરપકડના 24 કલાક બાદ પણ પોલીસ હત્યાનું કારણ જાણી શકી નથી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કોલેજ સર્કલ પાસે થાલા ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનલ પટેલ ઉપર ત્રણ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે જાહેરમાં હુમલો કરી માર મારી હત્યા કરી હતી. ધટના જાણ થતા નવસારી જિલ્લા પોલીસ વડા સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે નાકાબંધી બંદોબસ્ત ગોઠવી અલગ અલગ ટિમો બનાવી સોશિયલ ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાઓની મદદથી આરોપીઓનું પગેરું શોધતા તપાસનો ઘમઘમાટ કર્યા બાદ ગણતરીના કલાકમાં ત્રણ આરોપીઓ એવા વશિષ્ઠ પટેલ,અને રાહુલ રબારી પાલનપુર અને જીજ્ઞેશ પરમારની કલોલથી ધરપકડ કરી છે.આજે સવારે ત્રણેય આરોપીઓ સાથે રાખીને DYSP,PI, PSI સહિત 50 થી વધુ પોલીસની હાજરીમાં કોલેજ સર્કલ પાસે આરોપીઓ દ્વારા જે સ્થળે હત્યા કરવામાં આવી હતી તે જગ્યા ઉપર રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.તેમજ હત્યામાં વપરાશ લેવાયેલ હથિયાર સહિતના અન્ય પુરાવા ભેગા કરી શકાય તેમજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ હજુ હત્યાનું મુખ્ય કારણ પોલીસ શોધી શકી નથી.

ચીખલી ખાતે થયેલો હત્યાકાંડમાં પોલીસે ગણતરી કલાકના અંતે આરોપીની શોધખોળ કર્યા બાદ આજે તેમની ધરપકડ બતાવીને ત્રણે આરોપીના ઘટના સ્થળે લઈ જઈ હત્યા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેમ છતાંય મૃતક વિનય પટેલના પરિજનોએ મુખ્ય આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે જેને લઈને પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચવા તપાસ નો ઘમઘમાટ તેજ કર્યો છે. જ્યારે મર્ડરનો મુખ્ય આરોપી અને હત્યાનો કારણ તપાસ પૂર્ણ થયે સામે આવશે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!