BHUJKUTCH

કંડલા – દિલ્હી વચ્ચે ફરીથી તારીખ ૦૪/૦૪/૨૦૨૩ થી વિમાની સેવા શરૂ થશે – સાસંદશ્રી વિનોદ ચાવડા

૧ – એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

કંડલા – દિલ્હી વચ્ચે ફરીથી તારીખ ૦૪/૦૪/૨૦૨૩ થી વિમાની સેવા શરૂ થશે – વિનોદ ચાવડા

ભુજ કચ્છ :- ખુબજ જરૂરી અને દેશની રાજધાની ને કચ્છ થી જોડતી વિમાની સેવા કંડલા થી ચાલુ હતી જે ઘણા સમય થી વિના કારણે બંધ થઈ જતા કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ કેન્દ્ર સરકારમાં નાગરીક ઉડયન વિભાગમાં લેખિત મૌખિક રજુઆતો કરતાં તારીખ ૦૪ એપ્રિલ થી ફરી કંડલા – દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ થશે. સાંસદશ્રીએ જણાવ્યુ હતું કે, સ્પાઇસ જેટ વિમાની સેવાની ફ્લાઇટ નંબર SGI 2348 બપોરે 2:55 મિનિટે દિલ્હી થી રવાના થઈ 5:20 મિનિટે કંડલા આવશે અને ફ્લાઇટ નંબર SGI 2349 સાંજે 5:50 મિનિટે કંડલા થી રવાના થઇ રાત્રે 8:40 મિનિટે દિલ્હી પહોચશે. કચ્છ અને દિલ્હી વચ્ચે આવન જાવન માટે માત્ર ભુજ – બરેલી (આલા હઝરત) ટ્રેન જ માધ્યમ છે. જેમાં ૨૦ થી ૨૧ કલાક લાગે છે. સુપર ફાસ્ટ ટ્રેન અને રેગ્યુલર વિમાની સેવા શરૂ થાય માટે ભાર પૂર્વક કેન્દ્ર સરકારમાં રજુઆત કરતાં તારીખ ૦૪ એપ્રિલ ૨૦૨૩ થી કંડલા – દિલ્હી વિમાની સેવા શરૂ થાય છે. જે નિર્ણય ને આવકારતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યુ હતું કે ભુજ – દિલ્હી વચ્ચે પણ વંન્દે માતરમ ટ્રેન જેવી સુવિધા ની લોક માંગણી સરકારશ્રી જરૂર થી પુરી કરશે તેવા સકારાત્મક પ્રતીભાવ સાંપડે છે. વિમાની સેવા શરૂ થાય છે. માટે માન. વડાપ્રધાનશ્રી તથા ઉડયન મંત્રાલય નો આભાર ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી અને કચ્છ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ માન્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!