JASDALRAJKOT

જસદણ ખાતે ઇ – રિક્ષાઓ તેમજ મિની ટ્રેક્ટરનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૨૫ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજયસરકાર દ્વારા અપાતા અદ્યતન સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા મંત્રીશ્રીનો અનુરોધ

રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલુકાના વિવિધ ગામોના ઘન કચરા વ્યવસ્થાપન માટેના મિની ટ્રેકટર તથા ઇ – રિક્ષાઓનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને ઉદબોધન કરતા મંત્રીશ્રીએ બાવળિાએ તાલુકામાં ટુંક સમયમાં શરૂ થનારા વિવિધ રસ્તાઓના અને અન્ય વિકાસકાર્યોની રૂપરેખા આપતાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રીના સુંદર અને સ્વચ્છ ગામના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર ગ્રામ પંચાયતને અદ્યતન સાધનો ફાઇવે છે, તેમનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાની સરપંચશ્રીઓ, આગેવાનો અને તલાટીઓની જવાબદારી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા વિસ્તારની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા અને જળસંચય માટે લગભગ ૨૮ ગામોના તળાવ ઊંડા કરવાનું કાર્ય પૂરું થઈ ગયું છે, અને ૮ જેટલા તળાવો ઉંડા કરવાનું કામ ચાલુ છે. આદર્શ ગ્રામ બનાવવા માટે યુવા મંડળ, સખી મંડળ પણ આગળ આવે અને તમામ ગ્રામજનો પ્રતિબદ્ધ થાય તે માટે મંત્રીશ્રીએ અપીલ કરી હતી

જસદણ તાલુકા પંચાયત ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વેરાવળ (સા), દોલતપર, જીવાપર, ઝૂંડાળા, રાણપરડા, જંગવડ, માધવીપુર, મદાવા, રાજાવડલા જામ, જૂના પીપરડા, કનેસરા વગેરે ગામો માટે ૧૧ ઈ – રિક્ષાઓ તેમજ કનેસરા માટે ૧ મિની ટ્રેકટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૩.૯૮ લાખના ખર્ચે મિની ટ્રેકટર તેમજ ૧.૯૯ લાખ પ્રતિ યુનિટના ખર્ચે ૧૧ ઈ – રીક્ષા મળીને કુલ ૨૫.૯૨ લાખના ખર્ચે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી વસાવાયેલા આ સાધનોની ચાવી સંબંધિત ગામોના સરપંચોને આપીને મંત્રીશ્રી કુંવરજીભાઇએ આ સાધનોનું લોકાર્પણ કર્યું હતું. જેનાથી જસદણ તાલુકાના ઉપરોક્ત ગામોમાં સ્વચ્છતા જાળવી શકાશે.

મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયા બાદ પ્રાંત અઘિકારી શ્રી રાજેશ આલએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગામના સરપંચશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાજુભાઈ શેખ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જી.એમ.રાઠોડ, મામલતદારશ્રી તેમજ સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!