AHAVANAVSARINAVSARI CITY / TALUKO

નવસારી રૂરલ પોલીસની ટીમે ૧૯,૧૧૩૯૦ રૂપિયાનો ગાંજાનો જથ્થો ભરેલી ડસ્ટર કારને ઝડપી પાડી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
ગેરકાયદેસર પ્રોહી પ્રવૃતિ અટકાવવા સૂચના મુજબ નવસારી રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ ડસ્ટર કારને ઉભી રાખવા ઈશારો કરવા છતાં બેફામ રીતે ગાડી ભગાડી જતા રૂરલ પોલીસની ટીમે ફિલ્મી ઢબ્બે પિચ્છો કરી ગેર કાયદેસર લઈ જવાતો ગાંજાનો જથ્થો રૂપિયા ૧૯,૧૧૩૯૦ નો જથ્થો ઝડપી પાડ્યો.પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.રાય સાહેબ નવસારી વિભાગ નવસારીનાઓએ પોલીસ મહાનિદેશક સાહેબશ્રી ગાંધીનગરનાઓ તરફથી પ્રોહી.ડ્રાઇવ અનુંસંધાને ગેરકાયદેસર પ્રોહી પ્રવૃતિ અટકાવવા માટે ડી.કે.પટેલ પી.એસ.આઈ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન નાઓને જરૂરી સુચનાના મુજબ પી.આઈ ડી.કે.પટેલ સહિત નવસારી રૂરલ પોલીસની ટિમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન મુંબઈથી અમદાવાદ જતા ને.હા.નં-૪૮ ઉપર ધોળાપીપળા ઓવરબ્રીજ પહેલા વાહનો પાર્ક કરી ઉભા હતા તે દરમ્યાન રેનોલ્ટ કાર રજી.નંબર જી.જે.૦૧ આર.ઇ. ૬૭૦૪ ન.ની શંકાસ્પદ કાર આવતા તેને ઉભી રાખવા ઈશારો કરતા કાર ચાલકે કાર પુરઝડપે, ગફલતભરી રીતે હંકારી મુકતા નવસારી રૂરલ પોલીસની ટિમે કારનો ફિલ્મી ઢબ્બે પીછો કરતા કાર ચાલકે આમરી, કસ્બાગામ તરફ જતા રોડ તરફ હંકારી આમરી ગામ ખડકી ફળીયામાં રસ્તો પુરો થઈ જતા કાર ચાલક કાર મુકી ઝાડી ઝાખરા તથા આંબાની વાડીની આડમાં નાસી ફરાર થઈ ગયો હતો. કારમાં તપાસ કરતા કારમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેનો વજન ૧૯૧.૧૩૯ કિ.ગ્રા કિમત રૂપિયા ૧૯.૧૧૩૯૦/-નો જથ્થો કબ્જે કરી કાયદેસરનો ગુન્હો નોંધ કરી વધુની તપાસ એસ.ઓ.જી ને સોંપવામાં આવતા એસઓજી. ના  પી.એસ.આઈ, પી.બી.પટેલીયા સાહેબએ <span;>ગાડીમાંથી મળી આવેલ અલગ અલગ ન.ની ગાડીની નંબર ત્રણ પ્લેટો સહિત  ગાડીના ફાસ્ટેગ તેમજ મોટા પ્રમાણમાં મળી આવેલ જથ્થો ક્યાંથી લાવ્યાં અને ક્યાં જવાનો હતો તેની અંગેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી ગાડી મૂકી ફરાર વોન્ટેડ આરાપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!