LIMKHEDA

લીમખેડા ની શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલ, લીમખેડા ખાતે આજ રોજ તારીખ 04/07/2023 ના રોજ શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી. ધોરણ 9 થી 12 ના કુલ 22 વર્ગના મોનીટર અને શાળાના જી.એસ. માટે ઉમેદવારી નોંધાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારથીજ વિદ્યાર્થીઓમાં ચુંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જી.એસ. માટે 4. ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં. સૌ ઉમેદવારોએ પોતાની યોગ્યતા સિદ્ધ કરવા માટે જોર શોરથી પ્રચાર કર્યો હતો. અંતે આજ રોજ લોકશાહી ઢબે નિષ્પક્ષ ચુંટણી કરવામાં આવી હતી. શાળાના NCC કેડેટ્સ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને NSS સ્વયંસેવકો એ વોટરને અને ચુંટણી અધિકારીઓને જરૂરી સેવાઓ પૂરી પાડી હતી. સમગ્ર ચુંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ઢબે સંપન્ન થાય તે માટે શાળાના શિક્ષક એ.પી.રાવત અને ઈલાબેન પટેલે સુંદર આયોજન કર્યું હતું. ચૂંટણીનું પરિણામ તારીખ 5/07/2023 ના રોજ જાહેર થયું હતું જેમાં મેડા સરલાબેન ગલાભાઈ શાળાના જી.એસ. અને ગણાસવા ખુશીબેન સંજયભાઈ ઉપ જી.એસ તરીકે વિજયી થયા હતા. શાળાના આચાર્યા કલાવતીબેન બી ગોંદીયા એ જી. એસ. અને ઉપ જી.એસ ને તેમજ સૌ વિજેતા મોનીટરોને શુભેચ્છા પાઠવી હતી શાળાના સુપરવાઈઝર સુરેશભાઈ.એચ.પટેલે શપથ લેવડવ્યા હતા..

સુરેશ લીમખેડા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!