NARMADA

ડેડીયાપાડા નેત્રંગ નેશનલ હાઇવે 753 બી ઉપર થવા પાસે કરજણ નદીના પુલ ઉપર લાખોના ખર્ચે બનાવેલ સેફટી રેલિંગ બીજા મહિને પણ તૂટી

ડેડીયાપાડા નેત્રંગ નેશનલ હાઇવે 753 બી ઉપર
થવા પાસે કરજણ નદીના પુલ ઉપર લાખોના ખર્ચે બનાવેલ સેફટી રેલિંગ બીજા મહિને પણ તૂટી

લાખોનો ખર્ચ મુકવામાં આવેલ રેર્લિંગની મજબૂતાઈ સામે ઉઠતા અનેક સવાલો

ત્યારે બીજું તરફ શુ આને નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા નાગરિકોની સેફટી માટે જ બનાવેલ રેલિંગમાં ભ્રષ્ટાચાર ન કહી શકાય?

તાહિર મેમણ : દહેજ વિશાખપટ્ટનમ નેશનલ હાઇવે 753 બી ઉપર થવા પાસે કરજણ નદી ઉપર આવેલ પુલની સેફટી રેલિંગ બે મહિનામાં બે વખત તૂટી જવા પામી છે.ગત ચોમાસા દરમિયાન 10 મીટર જેટલી રેલિંગ તૂટી જવા પામી હતી. ત્યારે તેના સમાચાર અખબારોમાં પ્રસિધ્ધ થયા બાદ હાલ લગભગ બે મહિના પહેલા જ આ પુલ ઉપર બંને બાજુ લાખોના ખર્ચે સેફટી માટે 100 -100 મીટર જેટલી લાંબી લોખંડની રેલીંગ બનાવવામાં આવી હતી જે ગત જાન્યુઆરી મહિનામાં 10 તારીખે રાત્રી દરમ્યાન તૂટી જવા પામી હતી,જે બાબતે ગુજરાત સમાચાર અખબારે ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા. અને કુંભકર્ણ ની નીંદર માંથી નેશનલ હાઇવેના અધિકારીઓ જગ્યા હતા અને તેને ફરી લગાવવામાં કહેવાય છે કે ફરી લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા પરંતુ ચાલુ ફેબ્રુઆરી માસ દરમિયાન ફરી આ સેફટી રેલિંગ તૂટતા આવજાવ કરતા વાહન ચાલકો માટે અકસ્માત સર્જાવાનો ભય ઉભો થયો છે સાથે સાથે નેશનલ હાઇવેના અધિકારીઓની પોલ ખુલ્લી પડી જવા પામી છે.

મળતી માહિતી મુજબ દહેજ થી વિશાખપટ્ટનમ જતા નેશનલ હાઇવે ઉપર ડેડીયાપાડા અને નેત્રંગ વચ્ચે આવેલા થવા ગામ નજીકથી પસાર થતી કરજણ નદી ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત પુલ ઉપર 10 મીટર જેટલી રેલિંગ ગત ચોમાસા દરમિયાન તૂટી ગઈ હતી.જેના સમાચાર અખબારોમાં પ્રસિધ્ધ થયા બાદ કુંભકર્ણ નિંદ્રા માંથી બેરે બેરે જાગેલા નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા અહીં ડિસેમ્બર 22ના મહિનામાં જર્જરિત પુલની 10 મીટર તૂટેલી રેલિંગ રીપેર કરવાની જગ્યાએ પુલની બંને બાજુ 100 – 100 મીટર જેટલી લાંબી લોખન્ડની રેલિંગ બનાવી લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.તેને મહિનો પણ પૂરો થયો ન હતો ત્યાં જ જાન્યુઆરી માસમાં 10 તારીખે આ લોખંડ ની રેલિંગ એક બાજુએથી આખે આખી તૂટી જતા અકસ્માત નો ભય સર્જાયો હતો તે બાબતે ફરી અખબારો માં સમાચાર પ્રકાશિત થતા નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા તે સેફટી રેલિંગ ને ફરી લાખો રૂપિયા ખર્ચ કરી ફિટ કરવામાં આવી હતી,પરંતુ ચાલુ ફેબ્રુઆરી માસ ની શરૂઆત દરમિયાન જ ફરી આ સેફટી રેલિંગ તૂટવા પામી છે. જે વાહન ચાલકો માટે જોખમી પુરવાર સાબિત થઇ શકે છે. આ સેફટી રેલિંગ ફિટ કરવાના કારણે પુલ બંને બાજુ થી સાંકડો પણ થઈ ગયો છે જેના કારણે બે વાહનોને એક સાથે સામ સામે પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ આ પુલ વર્ષોથી જર્જરિત તો છે જે ગમે ત્યારે તૂટી પડે તેમ હોઈ ત્યારે બીજી તરફ આ લોખંડ ની રેલિંગ વારંવાર તૂટી જતા રોજબરોજ અહીં વધુ મુસીબત ઉભી થાય છે.ત્યારે નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા મુકવામાં આવેલ લોખન્ડની રેલિંગના ભ્રષ્ટાચારની પોલ અહીં વારંવાર ખુલ્લી પડી જવાય પામી છે,છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.શુ આ પુલ ને નવો બનાવવામાં નેશનલ હાઇવેના અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માતમાં મોટી જાન હાની થાય તેની રાહ જોઈ રહ્યા છે?કૉંગ્રેસ શાસિત સમયે બનાવેલ આ પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવો થઇ પડ્યો છે ત્યારે શું અહીં કોઈ અકસ્માત થાત તેની રાહ તો નથી જોવાતી ને ? ત્યારે લાખો રૂપિયા ના ખર્ચે મુકવામાં આવેલ સેફટી રેલિંગ વારંવારની તૂટી જતા અકસ્માત ની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા નાગરિકોની સલામતી માટે લાખોના ખર્ચે બનાવેલ રેલિંગ તૂટી જતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલ્લી પડી ગઈ છે.
વડોદરા, ભરૂચ ,સુરત જેવા શહેરો માંથી અને આદિવાસી વિસ્તાર એવા નેત્રંગ, ડેડીયાપાડા સાગબારા માંથી પસાર થતા નેશનલ હાઇવે માટે અધિકારીઓ દ્વારા જુદું જુદું વલણ કેમ?વહેલીટકે આ તૂટેલી રેલિંગને દૂર કરી યોગ્ય રીતે મજબૂતાઈ વાળી રેલિંગ બનાવાશે ખરી?કે પછી આદિવાસી વિસ્તારને પોતાની હાલત ઉપર જ છોડી દેવાશે ?આ લોખન્ડની રેલિંગ બનાવી છે ત્યારથી અહીં પુલ ઉપર બે મોટા વાહનો એકસાથે સામ સામે પસાર થઈ શકતા નથી. જેના કારણે રાત્રી દરમિયાન અકસ્માત સર્જાવાની ભીતિ અહીં સેવાઈ રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!