JETPURRAJKOT

રાજકોટ આઈ.ટી.આઈ. ખાતે ૦૪ માર્ચે યોજાશે રોજગાર ભરતી મેળો

તા.૨૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જીલ્લાની જુદી જુદી ત્રણ કંપનીમાં પુરુષ ઉમેદવારો માટે યોજાનારી સીધી ભરતી

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા એસ.એન.જી. લેબ્સ પ્રા.લી., પડવલા,કોટડાસાંગાણી, રાજકોટ અને તેમના ગ્રુપની જ કંપની એન્ડોક બાયોટેક પ્રા. લી., જીયાણા, કુવાડવા,રાજકોટ તથા સ્પેન્ટીકા લાઈફ સાયન્સ, હડાળા, રાજકોટ મોરબી હાઈવે, રાજકોટ માટે તા.૦૪/૦૩/૨૦૨૩, શનિવારના રોજ સવારે ૦૯.૩૦ વાગ્યા થી બપોરે ૦૧.૦૦ વાગ્યા સુધી આજી ડેમ પાસે આવેલ ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત ત્રણ કંપનીમાં પ્રોડક્શન અને મેન્ટેનન્સ ડીપાર્ટમેન્ટમાં ટેક્નિશિયન તરીકે જુદી જુદી ૨૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવાની છે. જેમાં આઈ.ટી.આઈ. – એ.ઓ.સી.પી., એલ.એ.સી.પી., એમ.એમ.સી.પી., આઈ.એમ.સી.પી. અને ઇલેક્ટ્રિશિયનની શૈક્ષિણક લાયકાત ધરાવતાં ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર ધરાવતાં અનુભવી કે બિનઅનુભવી માત્ર પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોને રાહત દરે કેન્ટીન અને ફ્રી ટ્રાન્સપોર્ટેશન, અને સેફ્ટી પી.પી.ઈ. (પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ) સહિતની સુવિધાઓ પણ મળવાપાત્ર છે. કંપની વિશે વધુ વિગતો www.snjlabs.com વેબસાઈટ તથા કંપની યુ-ટ્યુબ વિડીયો http://youtube/Rs0yhi-YwwU પરથી મળી રહેશે.

આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ધોરણ ૧૦ ની માર્કશીટ, આઈ.ટી.આઈ.ની તમામ માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – ૫ નંગ, પાન કાર્ડ(જો હોય તો), બાયોડેટા અથવા રીઝયુમ સહિતના ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ તથા એક સેટ ઝેરોક્ષનો સાથે લાવવાનો રહેશે. રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ, મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બિનઅનુભવી માટે રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૧૫,૦૦૦ તથા અનુભવીને ઈન્ટરવ્યુ પરફોર્મન્સ આધારિત પગાર ધોરણ તેમજ કંપની નિયમો મુજબ મળવાપાત્ર રજાઓ મળશે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો સંપર્ક કરવા આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!