GUJARATSAYLASURENDRANAGAR

સાયલાના સુદામડા ગામના બે મુખ્ય આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યા.

આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ 2 કિં.રૂ.10,000 તથા રોકડા રૂપિયા 820 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

તા.20/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ 2 કિં.રૂ.10,000 તથા રોકડા રૂપિયા 820 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે IPC ધ માઈન્સ એન્ડ મીનરલ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન ગુજરાત મીનરલ પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ, ટ્રાન્સ્પોર્ટેશન એન્ડ સ્ટોરેઝ રુલ્સ ૨૦૧૭, એક્સ્પ્લોઝીવ એક્ટ તથા આર્મ્સ એક્ટ હેઠળ દાખલ થયેલ કુલ-૦૭ ગુનાઓની તપાસો સ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાલી રહેલ છે જે ગુનાઓની તપાસના કામે શીટની રચના કરવામાં આવેલ છે ઉપરોક્ત સાતેય ગુનાઓમાં સાહેદોને ધાક ધમકી તેમજ ગેરકાયદેસર હથિયારો બતાવી સાહેદોની જમીન તેમજ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ કાળો પથ્થર કોઈપણ પ્રકારની મંજુરી વગર એક્સ્પોઝીવ જથ્થાથી બ્લાસ્ટ કરી, ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર મુખ્ય આરોપીઓ, સોતાજ હરીસિંહ યાદવ તથા તેનો દિકરો, કુલદીપ સોતાજ યાદવ, બન્ને રહે સુદામડા ગામ, ગ્રામ પંચાયતની બાજુમાં સાયલા, સુરેન્દ્રનગર નાઓ છેલ્લા છ માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતાં હોય અને તેઓ બન્ને અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ ઉપરથી પસાર થનાર હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલ ચોક્ક્સ માહિતી આધારે પકડી પાડી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો એમ્પ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ-૧૯૦૮ ની કલમ-૪ તથા એમ્પ્લોઝીવ એક્ટ કલમ-૧૮૮૩ ની કલમ-૯(બી), (૧)(બી), ૧૨ તથા ઈ.પી.કો.કલમ-૨૮૬, ૧૧૪ મુજબના ગુનાના કામે ૧૯/૦૩/૨૦૨૪ના કલાક ૨૦/૪૫ વાગે ધોરણસર અટક કરવામાં આવેલ છે ઉપરોક્ત આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન નંગ ૦૨, કિં.રૂ.૧૦,૦૦૦ તથા રોકડા રૂપિયા ૮૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!