NATIONAL

દેશમાં 2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા એકત્રિત કરાયેલા આંકડાઓ ગત અઠવાડિયે જ સંસદમાં રજૂ કરાયા હતા. આ આંકડાઓથી માહિતી મળી છે કે આખા દેશમાં 2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશભરમાં 2019થી 2021 વચ્ચે 18 વર્ષથી વધુ વયની 10 લાખ 61 હજાર 648 મહિલાઓ અને તેનાથી નાની વયની 2 લાખ 51 હજાર 430 છોકરીઓ ગુમ થઈ છે. જેમાં મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ અને દિલ્હીમાંથી સૌથી મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર મધ્યપ્રદેશમાં 2019 અને 2021 વચ્ચે 1,60,180 મહિલાઓ અને 38,234 છોકરીઓ ગુમ થઈ છે. જોકે આ સમયગાળા દરમિયાન પ.બંગાળથી કુલ 1,56,905 મહિલાઓ અને 36,606 છોકરીઓ ગુમ થઈ હતી. મહારાષ્ટ્રમાં પણ આ દરમિયાન 1,78,400 મહિલાઓ અને 13,033 છોકરીઓ ગુમ થઇ હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!